ગુજરાતમાં ઇવેન્ટ આયોજકો અને ડીજેની નિયમો સાથે પાર્ટીનું આયોજન કરવા સરકારને માંગ

ગુજરાતમાં રાત્રે 11થી સવારે 5 સુધી કરફ્યુ રહેશે તેમજ જાહેરમાં પાર્ટીનું આયોજન થઈ શકશે નહીં. ત્યારે આયોજકોએ માગ કરી છે કે તેમને રાત્રે 12 વાગ્યા સુધી પાર્ટીના આયોજનની પરવાનગી મળે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:27 PM

ગુજરાતમાં(Gujarat)કોરોના(Corona)કેસ વધતા રાત્રી કરફ્યુનો (Night Curfew) સમય વધારી દેવાયો છે ત્યારે અમદાવાાદમાં પાર્ટી આયોજકોને મોટો ફટકો લાગ્યો છે. જેમાં પાર્ટીના આયોજકો તેમજ ડીજે તરીકેનું કામ કરતા યુવકોના રોજગારને પણ મોટી અસર પડશે.રાત્રે 11થી સવારે 5 સુધી કરફ્યુ રહેશે તેમજ જાહેરમાં પાર્ટીનું આયોજન થઈ શકશે નહીં. ત્યારે આયોજકોએ માગ કરી છે કે તેમને રાત્રે 12 વાગ્યા સુધી પાર્ટીના આયોજનની પરવાનગી મળે.

જો કે બીજી તરફ ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા વેરીએન્ટ ઓમીક્રોનની(Omicron) આ એન્ટ્રી બાદ રાજ્યમાં કોરોના કેસો પણ વધી રહ્યા છે. જેના પગલે રાજ્ય સરકારે ફરી એકવાર રાત્રિ કર્ફ્યૂનો(Night Curfew) સમયગાળો વધારી દીધો છે. જેના પગલે હવે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી રાત્રે 11 થી સવારે 5 વાગે સુધી કર્ફ્યૂ અમલી કરવામાં આવ્યો છે.

તેમજ રાજ્યમાં આજથી રાત્રિની 11 વાગ્યાથી કર્ફ્યૂ લાગૂ થઈ જશે. તહેવારોના માહોલ વચ્ચે સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્રએ આ નિર્ણય લીધો છે. જો કે રાત્રિ કર્ફ્યૂ લાગૂ થતાં ફરી હોટલ સંચાલકોએ હોટલ વહેલી બંધ કરી દેવી પડશે. જો કે, સંચાલકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે અને સરકાર સાથે રહીને કોરોનાને હરાવવાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિના અનુસંધાને 8 મહાનગરોમાં 25 ડિસેમ્બર શનિવાર થી રાત્રિ કરફ્યુ ના હાલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તદનુસાર, આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુ નો અમલ રાત્રીના 11 થી સવારના 5 વાગ્યા સુધીનો રેહેશે.

આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી યોજનાના લાભાર્થીઓને સોગંદનામું નહિ કરવું પડે

આ પણ વાંચો : ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને શિક્ષણ વ્યવસ્થા ચાલુ છે : જીતુ વાઘાણી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">