બેંકનાં લોકરમાં પણ આવું ?! વડોદરામાં બેંક લોકરમાં રહેલા નાણાં ઉઘઈ ખાઈ ગઇ, ગ્રાહકે કરી વળતરની માગ
Vadodara માં બેંકના લોકરમાં મૂકવામાં આવેલા નાણાં સુરક્ષિત ન હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Vadodara માં બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે
Vadodara માં બેંકના લોકરમાં મૂકવામાં આવેલા નાણાં સુરક્ષિત ન હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં Vadodara માં બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાની વિગત મુજબ બેન્ક ઓફ બરોડાની પ્રતાપનગર શાખાના લોકરમાં મુકેલા 2.20 લાખ રૂપિયા ઉધઈ ખાઈ ગઈ છે. જેમાં રેહનાબેન કુતુબુદ્દીન ડેસર વાલા એ લોકરમાં મુકેલા નોટોના બન્ડલ ઉધઈ ખાઈ ગઈ હતી. જે અંગે ગ્રાહકે બેંક મેનેજરને ફરિયાદ કરી હતી તેમજ આ અંગે વળતરની પણ માંગ કરી હતી. તેમજ લૉકરમાં રહેલા ગ્રાહકોમાં સામાનની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા હતા.