વહેલા વરસાદની આગાહીથી રાહત પણ વરસાદ ખેચાય તો રાજ્યમાં પાણીની સમસ્યા બની શકે છે વિકટ

રાજ્યના ડેમ (Dam) માં પીવાલાયક પાણીનો માત્ર 30 ટકા જથ્થો જ બચ્યો છે. સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાત (Gujarat) ના ડેમોની છે. બનાસકાંઠામાં 4.77 ટકા અને મહેસાણામાં 9.95 ટકા પીવાલાયક પાણી ઉપલબ્ધ છે.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 30, 2022 | 4:06 PM

રાજ્યમાં વહેલા વરસાદ (Rain) ની હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી (Forecast) રાહત જનક છે. પરંતુ વરસાદ ખેંચાય તો પાણીનો પોકાર વિકટ બની શકે છે. રાજ્યના ડેમ (Dam) માં પીવાલાયક પાણીનો માત્ર 30 ટકા જથ્થો જ બચ્યો છે. સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાત (Gujarat) ના ડેમોની છે. બનાસકાંઠામાં 4.77 ટકા અને મહેસાણામાં 9.95 ટકા પીવાલાયક પાણી ઉપલબ્ધ છે. તો કચ્છમાં 8.47 ટકા, દેવભૂમિ દ્વારકાના ડેમમાં માત્ર 2.35 ટકા જ પાણી છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીના જીવંત સંગ્રહની ક્ષમતાના 19.46 ટકા પાણી છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છેવાડાના ગામડાઓમાં પાણીનો પોકાર શરૂ થઈ ગયો છે. અંદાજે 40 જેટલા ગામમાં રોજના 115 કરતા વધુ ટેન્કરના ફેરા મારીને અત્યારે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

એક મહિના પહેલાં ગુજરાતના ડેમમાં કુલ જળસંગ્રહ ક્ષમતાના 50 જ પાણી ઉપલબ્ધ હતું. તેમાંય રાજ્યના 50 ટકા જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી હતું. આખા રાજ્યમાં માત્ર એક જ ડેમમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. જ્યારે નર્મદા ડેમમાં 53 ટકા જેટલો પાણીનો જથ્થો હતો. રાજ્યમાં સૌથી વિકટ સ્થિતિ ઉત્તર ગુજરાતમાં હતો. ઉત્તર ગુજરાતના જળાશયોમાં ફક્ત 14 ટકા પાણીનો જથ્થો હતો. જે પૈકી માત્ર 9 ટકા પાણીનો જથ્થો જ ઉપયોગમાં લઈ શકાય તેટલો હતો. મધ્ય ગુજરાતના ડેમમાં 44.17 ટકા પાણી ઉપલબ્ધ હતો. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 13 ડેમમાં 60 ટકાથી વધુ પાણીનો જથ્થો હતો. કચ્છમાં 19 ટકા અને સૌરાષ્ટ્રના 141 ડેમમાં 37.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati