અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટીના 288 અને ટાઈફોડના 186 કેસ નોંધાયા

અમદાવાદમાં ભર શિયાળે રોગચાળો વકર્યો, ઝાડા ઉલ્ટીના 288 અને ટાઈફોડના 186 કેસ નોંધાયા

| Edited By: | Updated on: Jan 30, 2024 | 11:34 PM

અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 288 કેસ અને જોન્ડીસના 97 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ટાઈફોડના 186 અને કોલેરાના 7 કેસ નોંધાયા છે. ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે. ડેન્ગ્યુના 36, સાદા મલેરીયાના 9, ઝેરી મેલેરીયાના 5 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં ભર શિયાળે રોગચાળાએ માથું ઊંચક્યું છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો બેકાબૂ બન્યા છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 288 કેસ અને જોન્ડીસના 97 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ટાઈફોડના 186 અને કોલેરાના 7 કેસ નોંધાયા છે.

ઠંડી પડતી હોવા છતાં મચ્છરોનો ઉપદ્રવ યથાવત છે. ડેન્ગ્યુના 36, સાદા મલેરીયાના 9, ઝેરી મેલેરીયાના 5 કેસ નોંધાયા છે. તો બીજી તરફ કોર્પોરેશન દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, મચ્છરજન્ય રોગોને કાબૂ કરવા માટે સેમ્પિલંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો ઠંડીને લઈને હવામાન વિભાગે કરી આગાહી, 24 કલાક બાદ તાપમાનમાં થશે વધારો