Ahmedabad : દુષિત પાણીને કારણે રોગચાળો વકર્યો, પાણીના સેમ્પલિંગમાં પણ ઘટાડો

રહીશોનો આક્ષેપ છે કે ગંદુ પાણી પીવાથી લોકો બીમાર પડી રહ્યા છે. પાણીની આ સ્થિતી વિશે સ્થાનિકોએ તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઈ નિકાલ નહિ આવતા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે.

Darshal Raval
| Edited By: | Updated on: Jul 22, 2021 | 6:35 PM

Ahmedabad : ચોમાસાની શરૂઆત થતા મચ્છર જન્ય અને પાણીજન્ય રોગો ફાટી નીકળતા હોય છે. આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત થતા રોગચાળો ફાટી નીકળ્યો છે. અને તેનું કારણ છે કેટલાક વિસ્તારોમાં આવતું પ્રદૂષિત પાણી. આ અમે નથી કહી રહ્યા પણ દર્દીઓના આક્ષેપ છે.

કેટલાક વિસ્તારમાં નથી આવી રહ્યું પીવાલાયક પાણી

Amc દ્વારા સમયાંતરે પાણીના નમૂનાઓ લઇને રિપોર્ટ કરવામાં આવે છે. જેથી દરેક નાગરિક સુધી પીવાલાયક શુદ્ધ પાણી પહોંચાડી શકાય. જોકે હાલમાં કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં પીવા લાયક પાણી નહીં આવતા કેટલાક વિસ્તારમાં રોગચાળાએ માઝા મૂકી છે. જેમાં દરિયાપુર, દાણીલીમડા, જુહાપુરા, સરખેજ અને બહેરામપુરા સહિત પોળ અને ચાલી ધરાવતા વિસ્તારનો સમાવેશ થાય છે.

જ્યાં જ્યાં રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યાંના રહીશોનો આક્ષેપ છે કે ગંદા પાણી પીવાથી લોકો બીમાર પડી રહ્યાં છે. પાણીની આ સ્થિતી વિશે સ્થાનિકોએ તંત્રને રજુઆત કરી હોવા છતાં કોઈ નિકાલ નહિ આવતા હોવાના પણ લોકોએ આક્ષેપ કર્યા છે. અને તેમાં પણ મધ્ય અને દક્ષિણ ઝોનમાં પ્રદુષિત પાણીથી પાણીજન્ય રોગચાળો વધ્યો હોવાનું સામે આવ્યાની ચર્ચા છે.

બહેરામપુરા ચેપીરોગ હોસ્પિટલ સહિત amc હસ્તગત અને સરકારી હોસ્પિટલમાં દર્દી વધ્યા. ચેપીરોગ હોસ્પિટલમાં પહેલા 50 જેટલી ઓપીડી રહેતી જે હાલમાં 100 સુધી પહોંચી છે. જેમાં હાલ સૌથી વધુ ઝાડાં-ઉલટી અને કમળાના દર્દી નોંધાઇ રહ્યાં છે. ચાલુ સિઝનમાં બહેરામપુરા ચેપીરોગ હોસ્પિટલમાં 800 જેટલા દર્દી નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. જેના પરથી અન્ય હોસ્પિટલના આંકડાનો અંદાજ પણ લગાવી શકાય છે કે ત્યાં કેટલા પ્રમાણમાં દર્દી સારવાર લેતા હશે.

 

 

amc દ્વારા લેવામાં આવતા પાણીના સેમ્પલિંગમાં પણ ઘટાડો નોંધાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણ કે 2017 માં 43765 સેમ્પલ લેવાયા. જેમાં 2023 સેમ્પલ અનફિટ આવ્યા. તો 2018 માં 37870 સેમ્પલ લેવાયા. જેમાં 2234 એમ્પલ અનફિટ આવ્યા. જ્યારે 2019 માં 3380 સેમ્પલ લેવાયા જેમાં 119 સેમ્પલ અનફિટ આવ્યા હતા. amc દ્વારા કરવામાં આવતા સેમ્પલિંગનો આંકડો સતત ઘટી રહ્યો છે.

જો વર્ષ સાથે મહિનાની સરખામણી કરીએ તો. 2019 મે મહિનામાં 3481 સેમ્પલ લેવાયા જેમાં 82 અનફિટ આવ્યા. જૂનમાં 3810 માંથી 113 અનફિટ આવ્યા. તો 2021માં એપ્રિલમાં 1445 સેમ્પલ લેવાયા જેમાં 6 અનફિટ આવ્યા. 2021 મે મહિનામાં 1729 સેમ્પલ લેવાયા જેમાં 15 અનફિટ આવ્યા. તો 2021 જૂનમાં 2652 સેમ્પલ લેવાયા જેમાં 57 સેમ્પલ અનફિટ આવ્યા.

મહત્વનું છે કે જ્યારે જ્યારે ચોમાસુ આવે ત્યારે ત્યારે amc રોગચાળો અટકાવવા મચ્છરોના બ્રિડિંગ સહિત મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો અટકાવવા કામ કરે છે. જોકે ગત વર્ષે કોરોનાને કારણે કામગીરી નહિવત રહી. પણ આ વર્ષે કામગીરીએ ફરીથી જોર પકડ્યું છે પણ તેની સાથે રોગચાળાએ પણ માઝા મૂકી છે. જેને પણ કંટ્રોલમાં લેવું તેટલું જ જરૂરી છે. કેમ કે આગામી મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેરની પણ શકયતા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">