AHMEDABAD : સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગના હેડ ડો.ઈલા ઉપાધ્યાય સામે જુનિયર ડોકટરો વિરોધમાં ઉતર્યા, જાણો શું છે કારણ

ENT વિભાગના ડોક્ટરોનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો પર માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 6:44 PM

એક મીડિયા રિપોર્ટ મૂજબ ENT વિભાગના હેડ ડૉક્ટર ઈલા ઉપાધ્યાયે એક જુનિયર ડોક્ટર પાસે ભેટની કથિત માંગણી કરી હતી

AHMEDABAD : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ENT વિભાગના ડૉક્ટરો વિરોધ પર ઉતર્યા છે.ડૉક્ટર ઈલા ઉપાધ્યાય સામે ENT વિભાગના ડૉક્ટરોએ વિરોધ પ્રદર્શન કર્યું.ENT વિભાગના ડોક્ટરોનો આક્ષેપ છે કે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો પર માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે.ઈલા ઉપાધ્યાય તેમની પર માનસિક ત્રાસ ગુજારી રહ્યાં છે અને આ અંગે તેમણે ઇલા ઉપાધ્યાય સામે ફરિયાદ કરી હોવા છતાં ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી.જે.મેડીકલ કોલેજમાં મેડીસીન વિભાગના હેડ ડો.કમલેશ ઉપાધ્યાય સામે ફરિયાદનો વિવાદ હજી તાજો જ છે એવામાં હવે ENT વિભાગના હેડ ડૉક્ટર ઈલા ઉપાધ્યાય સામે જુનિયર ડોકટરોએ ફરિયાદ કરી મોરચો માંડ્યો છે.

એક મીડિયા રિપોર્ટ મૂજબ ENT વિભાગના હેડ ડૉક્ટર ઈલા ઉપાધ્યાયે એક જુનિયર ડોક્ટર પાસે ભેટની માંગણી કરી હતી અને આ જુનિયર ડોક્ટરને ધમકી આપી હતી કે જો તે ભેટ નહિ આપે તો તેને ટર્મિનેટ કરી નાખશે. ભેટમાં ડો.ઈલા ઉપાધ્યાયે જુનિયર ડોક્ટર પાસે માઈક્રોમીટર ડ્રીલના સેટની કથિત માંગણી કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ડો.ઈલા ઉપાધ્યાયની આ કથિત ધમકી સામે જુનિયર ડોકટરો રોષે ભરાયા છે અને વિરોધમાં ઉતર્યા છે. જુનિયર ડોકટર્સ એસોસિએશને બી.જે. મેડીકલના ડીન, પી.જી. વિભાગના ડાયરેક્ટર, તબીબી અધિક્ષક અને ગુજરાત યુનિવર્સિટીન મેડીકલ ફેકલ્ટીના ડીન પત્ર લખીને ફરિયાદ કરી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ક્લેક્ટર કચેરીમાં લોકોની બેરોકટોક અવર જવર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">