અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મી પાલનપુર હાઈવે પર લૂંટાયો, CCTV વીડિયો આવ્યા સામે
અમદવાદની આંગડીયા પેઢીના કર્મચારી છાપી નજીક લૂંટાયો છે. પાલનપુર અમદાવાદ હાઈવે પર આંગડીયા કર્મી સાથે લૂંટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. છાપી પોલીસે આ અંગે ફરીયાદ નોંધીને ત્રણ અજાણ્યા શખ્શો સામે તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા માટે તપાસ શરુ કરી છે.
પાલનપુર થી અમદાવાદ હાઈવે પર છાપી નજીક અમદાવાદની આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદની જીઆર આંગડીયા પેઢીનો કર્મચારી આંગડીયાના પાર્સલ લઈને જોધપુર જઈ રહ્યો હતો. બસમાં સવાર થઈને જઈ રહેલા આંગડીયા કર્મીને છાપી નજીક આવેલા ભરકવાડા પાસેની હોટલ પર લૂંટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: દીવના દરિયાકાંઠે જામ્યો બીચ ગેમ્સ 2024 નો માહોલ, પ્રવાસીઓએ ઉઠાવી પૂરી મોજ, જુઓ
હોટલ પર બસ ચા નાસ્તા માટે ઉભી રહી હતી. એ દરમિયા જ બસમાં ચડવા જતા ત્રણ અજાણ્યા શખ્શોએ લૂંટ આચરીને આંગડીયા કર્મીનો થેલો લૂંટી લીધો હતો. થેલામાં 21 લાખ રુપિયાનો સામાન હતો. આ અંગે છાપી પોલીસે ગુનો નોંધીને ત્રણ લૂંટારુ આરોપીઓની શોધખોળ શરુ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 10, 2024 08:45 PM
Latest Videos
