Gujarat Election : પ્રથમ તબક્કાના મતદાનની તૈયારીઓ તેજ, રાજકોટમાં 10 હજારથી વધુ સુરક્ષા જવાનોનો જડબેસલાક બંદોબસ્ત

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર બે દિવસ રહ્યા છે, ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે.જેને પગલે મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 12:07 PM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે બે દિવસ બાકી છે, ત્યારે મતદાનને લઈને પણ તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે. રાજકોટની 8 બેઠકોની ચૂંટણી માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  10 હજારથી વધુ સુરક્ષા જવાનો મતદાન કેન્દ્રો પર ખડેપગે રહેશે. તો સાથે સંવેદનશીલ બુથ પર અડધુ સેક્શન પેરા મિલિટ્રી ફોર્સનું મુકવા પણ નિર્ણય લેવાયો છે. 1 DIG, 4 SP રેન્ક અધિકારીઓ, 11 DYSP રેન્કના અધિકારીઓ બંદોબસ્તમાં રહેશે. સાથે જ  35 PI, 88 PSI, 572 ASI, 769 હેડ કોન્ટેબલ સહિતના સુરક્ષા જવાનોનો કાફલો રહેશે.

પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારના પડઘમ આજે શાંત થશે

પ્રથમ તબક્કાની 89 બેઠકોના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી જે 89 બેઠકો ઉપર યોજાનાર છે ત્યાં આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો છેલ્લી ઘડી સુધી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આજે  સાંજે 5 વાગ્યા બાદ કોઈપણ પાર્ટી જાહેરમાં પ્રચાર નહીં કરી શકે. જો કે ડોર-ટુ-ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ સ્વરૂપે પ્રચાર ચાલુ રહેશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">