Panchmahal : જે યુવાનો ડ્રગ્સ લે છે, તે દેશદ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયેલા છે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન

Panchmahal : જે યુવાનો ડ્રગ્સ લે છે, તે દેશદ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયેલા છે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન

| Edited By: | Updated on: Oct 27, 2023 | 8:13 PM

પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે એક તરફ આપણા દેશના જવાનો સરહદ પર ડ્રગ્સ માફિયાને રોકી રહ્યા છે. ત્યારે બીજી તરફ એવા યુવાનો છે જે ડ્રગ્સ લઇને એક પ્રકારે આતંકી પ્રવૃતિને સમર્થન કરી રહ્યા છે. જે યુવાનો આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તે દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.

ગુજરાતના યુવાનો નશાની ખરાબ લતમાં ધકેલાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ડ્રગ્સ લેનારા યુવાનોને દેશદ્રોહી ગણાવ્યા છે. ગોધરામાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં આયોજિત યુવક મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષણ પ્રધાને જણાવ્યું કે જે યુવાનો ડ્રગ્સ લે છે અથવા તો લેવાના છે તે તમામ દેશદ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયેલા છે.

પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે એક તરફ આપણા દેશના જવાનો સરહદ પર ડ્રગ્સ માફિયાને રોકી રહ્યા છે. ત્યારે બીજી તરફ એવા યુવાનો છે જે ડ્રગ્સ લઇને એક પ્રકારે આતંકી પ્રવૃતિને સમર્થન કરી રહ્યા છે. જે યુવાનો આવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે તે દેશવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.

આ પણ વાંચો Panchmahal : ખાનગી બસમાં જોખમી મુસાફરી, ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડ્યા, જુઓ Video

પંચમહાલ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો