સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં કૌભાંડના આક્ષેપ, સમગ્ર મુદ્દો ગાંધીનગર સુધી પહોચ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી અને ઉપકુલપતી સમક્ષ રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો.

RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં કૌભાંડના આક્ષેપનો મુદ્દો ગાંધીનગર સુધી પહોચ્યો અને આ મુદ્દે ખુદ રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ હસ્તક્ષેપ કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની નિમણુકમાં વ્હાલા દવલાંની નીતિ હોવાનો આક્ષેપ લાગ્યો છે. આ અંગે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતી અને ઉપકુલપતી સમક્ષ રજૂઆત કરી વિરોધ દર્શાવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિ.માં અધ્યાપકોની કરાર આધારિત ભરતીમાં ભાજપના સભ્યોએ ખાસ વોટ્સઅપ ગ્રુપ બનાવી સંકલનના નામે ભલામણો કરી હોવાની ચર્ચા હતી અને યુનિવર્સિટીના 25 ભવનમાં 88 અધ્યાપકોની ભરતીને મામલે 12 અલગ અલગ ભવનમાં 23 નામની ઓન સ્ક્રિન ભલામણ થઈ હોવાની ચર્ચા ઉઠતા વિવાદ વકર્યો છે.

હવે આ સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોચ્યો છે. રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ સમગ્ર મુદ્દે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે ટેલીફોનીક વાત કરી હતી. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી હતી કે સૌરાષ્ટ્ર યુનિ.મા કરાર આધારિત ભરતી સંદર્ભે વિવાદ ધ્યાને આવતા કુલપતિ સાથે ટેલિફોનિક વિગતો-માહિતી જાણી સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શિતાથી, મેરીટના આધારે કરવા, કોઈપણ ઉમેદવાર ને અન્યાય ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપી છે.અગ્ર સચિવ,શિક્ષણ વિભાગ ને કાર્યવાહી કરવા સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે NSUIએ માગ કરી હતી કે ભરતી પ્રક્રિયા ભલામણો વગર અને ટ્રાન્સપરન્સી સાથે થાય.
તો આ તરફ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતી અને ઉપકુલપતીએ સમગ્ર મામલે કહ્યું હતુ.. કે “હાલ તેઓ પાસે કોઈ નામ આવ્યા નથી..અને 27 તારીખે સિન્ડિકેટ બેઠકમાં તમામ નામ ખુલ્શે..તેમાં કોઈ મેરીટ વગરના જો કોઈ નામ હશે તો તેની ભરતી નહી કરવામાં આવે.”

આ પણ વાંચો : અનોખું ડીવાઈઝ : સાબરમતી નદીમાં આત્મહત્યાના થતા પ્રયાસોમાં હવે વ્યક્તિને બચાવશે આ ડીવાઈઝ

આ પણ વાંચો : સુરેન્દ્રનગર : ઘૂડખર અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

Click on your DTH Provider to Add TV9 Gujarati