શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વતનમાં શોભાયાત્રા દરમ્યાન કરી તલવારબાજી, વિડીયો થયો વાયરલ

શિક્ષણ પ્રધાન બન્યા બાદ જીતુ વાઘાણી પ્રથમ વખત તેમના માદરે વતન ગયા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમેજ મંત્રી એ ત્યાં તલવારબાજી પણ કરી હતી.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Nov 09, 2021 | 4:54 PM

રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનું વતન નાના સુરકામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારમાં જીતુ વાઘાણી પ્રધાન બનાવ્યા બાદ પ્રથમવાર વતન પહોંચ્યા હતા. વતનમાં જીતું વાઘાણીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા કાઢીને મંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન જીતુ વાગાણીએ તલવારબાજી પણ કરી. જેનો વિડીયો પણ લોકોમાં ખુબ લોકપ્રિય બની રહ્યો છે. બંને હાથોમાં તલવાર સાથે જીતુ વાગાણી અલગ જ અંદાજમાં જોવા મળ્યા. જોકે હાલ શિક્ષણપ્રધાનનો તલવારબાજીનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પોતાના વતન નાના સુરકામાં સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી બન્યા બાદ માદરે વતનમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનું ભવ્ય સન્માન અને શોભાયાત્રા કાઢી હતી. ગ્રામજનોમાં પણ મંત્રીના આગમનથી ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ તલવારબાજી કરી હતી. અને આ તલવારબાજીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.

 

આ પણ વાંચો: જીટીયુ એ મહિલાઓ માટે આશીર્વાદરૂપ શોધ કરી, સ્તન કેન્સરનું નિદાન કરતું પોર્ટેબલ ડિવાઇસ વિકસિત કર્યું

આ પણ વાંચો: ‘આવતીકાલે હું દેવેન્દ્ર ફડણવીસના અંડરવર્લ્ડ કનેક્શનનો હાઇડ્રોજન બોમ્બ ફોડીશ, મેં બોમ્બ બ્લાસ્ટના કોઇ આરોપી પાસેથી જમીન નથી ખરીદી’, નવાબ મલિકે આપ્યો જવાબ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati