કેજરીવાલને EDના સમન્સ બાદ ઇસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, કહ્યું- ભાજપના ઇશારે કામ કરે છે ED

કેજરીવાલને EDના સમન્સ બાદ ઇસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર, કહ્યું- ભાજપના ઇશારે કામ કરે છે ED

| Edited By: | Updated on: Jan 04, 2024 | 7:31 PM

ઇસુદાન ગઢવીએ કહ્યું કે ચૈતર વસાવાને પણ ભાજપ દ્વારા ખોટા કેસમાં પકડવામાં આવ્યા છે. કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના લોકસભા વિસ્તારમાં સભા યોજશે અને ભાજપની આદિવાસી વિરોધી નીતિઓને ખુલ્લી પાડશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ ગુજરાત આવશે.

દિલ્લીના CM કેજરીવાલને EDના સમન્સ બાદ તેમની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે ગુજરાત AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ફરી સરકાર પર નિશાન સાધ્યું છે. ઇસુદાને આક્ષેપ કર્યો કે ED ભાજપના ઇશારે કામ કરી રહી છે. લોકસભાની ચૂંટણીમાં કેજરીવાલને પ્રચાર કરતા રોકવા માટે ભાજપે તેની ધરપકડનું ષડયંત્ર રચ્યું છે.

વધુમાં ઇસુદાન ગઢવીએ કહ્યું કે ચૈતર વસાવાને પણ ભાજપ દ્વારા ખોટા કેસમાં પકડવામાં આવ્યા છે. કેજરીવાલ અને ભગવંત માન ચૈતર વસાવાના લોકસભા વિસ્તારમાં સભા યોજશે અને ભાજપની આદિવાસી વિરોધી નીતિઓને ખુલ્લી પાડશે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલ ગુજરાત આવશે.

આ પણ વાંચો વાયબ્રન્ટ સમિટ પહેલા પીએમ મોદી અને UAEના પ્રેસિડેન્ટ અમદાવાદમાં કરશે રોડ શો, જુઓ વીડિયો