રાજ્યના ઇ-ધરા કેન્દ્રો ખાતે લાંબી કતાર, મહેસાણા, દાહોદ, બનાસકાંઠાના ખેડૂતો પરેશાન
રાજ્યમાં ઇ-ધરા કેન્દ્રો ખાતે લાંબી કતારો ખેડૂતો લગાવી બેઠા છે. ખેડૂતો છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં મામલતદાર કચેરીએ અને તાલુકા સેવા સદન ખાતે ધક્કા ખાઈ રહ્યા છે. મહેસાણા, બનાસકાંઠા અને દાહોદ વિસ્તારમાં પણ ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને આ મામલે હવે રોષ ઠાલવવા લાગ્યા છે. ખેડૂતોને 7/12 સહિતના મહત્વના દસ્તાવેજ નહીં મળવાને લઈ પરેશાની થઈ છે.
છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે. રાજ્યમાં ખેડૂતો છેલ્લા સપ્તાહથી તાલુકા સેવા સદન અને મામલતદાર કચેરીઓ ખાતે લાંબી કતારો લગાવી રહ્યા છે, પરંતુ નિરાશ થઈને જ પરત ફરવાનો વારો આવે છે. ઇ-ધરા કેન્દ્રમાં કનેક્ટિવિટીની સમસ્યાને લઈ મહત્વના દસ્તાવેજો ખેડૂતોને નહીં મળવાનો રોષ ઠલવાઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ PM મોદીએ લક્ષદ્વીપની સુંદરતાના કર્યા વખાણ,કહ્યુ- એકવાર અહીં આવનાર વિદેશી ટાપુ ભૂલી જશે!
ખાસ કરીને વાત કરવામાં આવે તો, ATVT કેન્દ્રોમાં સર્વર બંધ હોવાનું અને સ્લો ચાલતુ હોવાની ફરિયાદો ઉઠી છે. જેને લઈ લાંબી લાઈનો લાગે છે અને ખેડૂતોને 7/12, 8અ, ગામ નમૂના નંબર 6 ની નોંધના દસ્તાવેજો ઝડપથી મળી રહ્યા નથી. અગાઉ પણ આવી જ ફરિયાદો વર્તાઈ રહી હતી, પરંતુ હાલમાં છેલ્લા એક સપ્તાહથી સમસ્યામાં વધારો થવાને લઈ ખેડૂતો પરેશાન બન્યા છે.
