Dwarka: દ્વારકાધીશ મંદિરના દ્વાર ફરી ભક્તો માટે ખુલ્યા, હજારો ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લીધો

દ્વારકાધીશ મંદિરના દ્વાર 24 જાન્યુઆરી એટલે કે આજથી ફરી ખોલવામાં આવ્યા છે. જો કે વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મંદિર પરિસર ખોલવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 9:51 AM

ગુજરાત (Gujarat)માં કોરોના (Corona) સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka)માં આવેલુ દ્વારકાધીશનું જગત મંદિર કોરોનાના વધતા કેસ વચ્ચે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જો કે હવે દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે 24 જાન્યુઆરી સોમવારથી ફરી ખોલવામાં આવ્યા છે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર કોરોના ગાઈડલાઇનના પાલન સાથે મંદિર પરિસર ખોલવામાં આવ્યુ છે.

દ્વારકાધીશ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલતા જ સવારથી જ હજારો ભક્તોએ મંગળા આરતીમાં ભાગ લીધો. ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો સાથે દર્શન કર્યા. ભક્તો કોવિડ ગાઈડલાઈન મુજબ દ્વારકામાં દર્શન કરી રહ્યા છે. દ્વારકા મંદિર અગાઉ કોરોનાના વધતા કેસના કારણે બંધ કરાયુ હતુ. જો કે ફરીથી મંદિર ખોલવા અંગેની જાહેરાત દ્વારકાધીશ વહીવટદાર સમિતિ અને જિલ્લા કલેકટરે કરી છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલુ દ્વારકાધીશનું જગત મંદિર બંધ કરવાના પગલે દ્વારકાના સ્થાનિક વેપારીઓએ તંત્રને આવેદન પત્ર આપીને મંદિર વહેલી તકે ખોલવાની માગ કરી હતી. બીજી તરફ પોષી પૂનમ આસપાસના દિવસોમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ મંદિરમાં દર્શન કરવા આવતા હોય છે. પરંતુ મંદિર બંધ હોવાના કારણે શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ પ્રકારના નિર્ણય ભવિષ્યમાં જો લેવાય તો વહેલી જાણ કરવાની પણ રજૂઆત આવેદનપત્રમાં કરવામાં આવી હતી.

કોરોનાના વધતા કેસ વચ્ચે દ્વારકાધીશનું જગત મંદિર પણ બંધ રાખવાનો મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. પરંતુ આ નિર્ણય તાત્કાલિક લેવામાં આવ્યો હોવાનો યાત્રાળુ અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓ અને સ્થાનિકોએ તંત્રને આવેદનપત્ર આપીને આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો.

વેપારીઓનું કહેવુ છે કે સાત દિવસ સુધી મંદિર બંધ રહેવાના નિર્ણયને પગલે દૂરદૂરથી આવતા યાત્રાળુઓને પણ ધકકો પડી રહ્યો છે. સાથે જ વેપારીઓએ માગ મુકી હતી કે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે મંદિર ખોલવામાં આવે. જેથી વેપારીઓના વેપાર ધંધા શરૂ રહી શકે અને આર્થિક સંકળામણનો સામનો કરવો ન પડે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધવાને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યા છે. શામળાજી, શક્તિપીઠ બહુચરાજી, શક્તિપીઠ અંબાજી ,વડતાલનું સ્વામીનારાયણ મંદિર ,અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર સહિત અનેક મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો- Vadodara: પાદરામાં કાર ચાલકે પોલીસકર્મી પર કાર ચઢાવવાનો કર્યો પ્રયાસ, જુઓ વીડિયોમાં પછી શું થયુ ?

આ પણ વાંચો- Banaskantha: ભરબજારમાં બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યુ, કેટલાક લોકો માંડ માંડ બચ્યા, જુઓ દ્રશ્યો

 

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">