Dwarka drugs case: ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી વિશે ખુલાસા, સલીમ કારા પર નકલી નોટ સહિતના ગુનાઓ

Dwarka drugs case: પોલીસ દ્વારા જિલ્લામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું હતું. ત્યારે હવે આરોપી વિશે ખુલાસો થયો છે. આરોપી પર અગાઉ પણ ગુના નોંધાયેલા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:56 AM

Devbhumi Dwarka: કરોડોનાં ડ્રગ્સ પ્રકરણમા (Dwarka Drugs Case) પોલીસ કામગીરી મોડી રાત સુધી યથાવત રહી હતી. જેમાં મહારાષ્ટ્રના સજ્જાદ ધોસીની પૂછપરછમાં બે સપ્લાયરના નામ ખુલ્યા હતા. પોલીસે બન્ને આરોપી ભાઈની અટકાયત કરી હતી. સલાયા ગામે સલીમ કારા અને અલી કારાના રહેણાંક ઘરે ડ્રગ્સને સીલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. તો બન્ને આરોપી અગાઉના અનેક ગુનામા સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. વહાવટીનો વ્યવસાય કરતા બન્ને ભાઈ પાસેથી 47 પેકેટ ડ્રગ્સનો મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો. હતો તો કરોડોની કિંમતનું ડ્ગ્સ જપ્ત કરવાની કામગીરી પોલીસ દ્રારા કરવામા આવી.આ તપાસમાં SP, DYSP સહિત પોલીસ અધિકારીઓનાં મોડી રાત સુધી સલાયામા ધામા હતા. તો ગુજરાતના દરીયાઈ માર્ગેથી પાકિસ્તાથી ડ્ગ્સ આવ્યુ હોવાની વાત સામે આવી છે. સલાયાથી મહારાષ્ટ્ર ડ્રગ્સ પોહચે તે પહેલા દ્રારકા પોલીસને મોટી સફળતા મળી છે.

જિલ્લામાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ (Dwarka Drugs case) પકડાતા ચારે તરફ ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ મામલે કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ડ્રગ્સ (Drugs) જપ્ત કર્યા બાદ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સલાયામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આરોપી સલીમ કારા અને અલી કારાના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. તો આ સર્ચ ઓપરેશનમાં 47 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું હતું. બાદમાં પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઇ હતી. જણાવી દઈએ કે આરોપી સલીમ કારા (Salim Kara) પર નકલી નોટના સહિતના ગુનાઓ નોંધાયેલા છે.

જણાવી દઈએ કે દેવભૂમિદ્વારકા જિલ્લામાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 17 કિલો ડ્રગ્સના જથ્થા સાથે બે સ્થાનિક સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. તો ડ્રગ્સની કિંમત અંદાજે 88 કરોડ રૂપિયા જેટલી હોવાની માહિતી બહાર આવી હતી. ડ્રગ્સ પકડવાનું આખું ઓપરેશન જિલ્લા પોલીસ વડા સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે. તો આ મામલે LCB, SOG પોલીસની ટીમો તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આ પહેલા સપ્ટેમ્બરમાં મુંદ્રા અદાણી પોર્ટ પરથી 21 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. છેલ્લા 5 મહિનામાં 24 હજાર 800 કરોડનું ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. 21 એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 17 જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂ.3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જે બાદ 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી રૂ.150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.

આ પણ વાંચો: Sameer Wankhede Case: માનહાનિના કેસમાં કોર્ટે સમીર વાનખેડેના પિતાને કહ્યું- તમારો પુત્ર સરકારી અધિકારી છે, જનતા તેની સમીક્ષા કરી શકે છે

આ પણ વાંચો: કોરોનાનું ગ્રહણ: પ્રાથમિક શાળાઓ શરુ ન થતા સ્કૂલવાન સંચાલકોની સ્થિતિ કફોળી, સરકાર પાસે કરી આ માગ

Follow Us:
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
PM મોદીનું સ્વાગત કરવા આવેલી મહિલાઓનું અનોખું સમ્માન, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ મામલે VCનું નિવેદન, માત્ર નમાઝ કારણ નહીં
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
સી. આર. પાટીલ સાથે બેઠક બાદ કેતન ઇનામદારે રાજીનામું પાછું ખેચ્યું
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
g clip-path="url(#clip0_868_265)">