Devbhumi Dwarka : છેલ્લા 4 મહિનાથી દ્વારકા દર્શન બસની સેવા ઠપ્પ, પ્રવાસીઓને હાલાકી, જુઓ Video

| Edited By: | Updated on: Oct 19, 2023 | 12:29 PM

યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દરરોજ હજારો પ્રવાસીઓ દર્શન માટે આવે છે. જેથી દ્વારકા તથા આસપાસનાં જોવાલાયક સ્થળોની મુલાકાત માટે દ્વારકા દર્શન બસ સેવા શરૂ કરાઈ હતી.જે છેલ્લા ચાર મહિનાથી બંધ કરી દેવાતા પ્રવાસીઓની સુવિધા છીનવાઈ છે. બેટ દ્વારકા, નાગેશ્વર, રૂક્ષ્મણી મંદિર સહિતના સ્થળે જવા પ્રવાસીઓ માટે પાલિકાએ દર્શન સેવા બસ શરૂ કરી હતી.

Dwarka : યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દરરોજ હજારો પ્રવાસીઓ દર્શન માટે આવે છે. જેથી દ્વારકા તથા આસપાસનાં જોવાલાયક સ્થળોની મુલાકાત માટે દ્વારકા દર્શન બસ સેવા શરૂ કરાઈ હતી.જે છેલ્લા ચાર મહિનાથી બંધ કરી દેવાતા પ્રવાસીઓની સુવિધા છીનવાઈ છે.

બેટ દ્વારકા, નાગેશ્વર, રૂક્ષ્મણી મંદિર સહિતના સ્થળે જવા પ્રવાસીઓ માટે પાલિકાએ દર્શન સેવા બસ શરૂ કરી હતી. પ્રવાસીઓની સુવિધા માટે પંચાયતનાં સમયથી દ્વારકા દર્શન નામની માત્ર સો રૂપિયા ટિકિટવાળી બસ ચાલે છે. તે બસ બંધ થતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાનગી ટ્રાવેલ્સની ટિકિટના દર પ્રવાસીઓ માટે મોંઘા પૂરવાર થઇ રહ્યા છે.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખંભાળીયાના નવાનાકા વિસ્તારમાં 2 આખલા બાખડ્યા, ટુ વ્હીલર સહિત અનેક વાહનોને નુકસાન

તો બીજી તરફ પાલિકાનું કહેવું છે કે બસો વર્ષ 2011થી ચાલતી આવે છે અને હાલ બંને બસનાં એન્જિનમાં ખરાબી હોવાથી સેવા બંધ કરાઈ છે. વહિવટદાર શાસન હોવાથી ઝડપી નિર્ણયો ન આવતા હોવાથી આ અંગે પ્રોસેસ ચાલુ છે.પ્રવાસી અને સ્થાનિકો જલ્દીથી દર્શન બસ સેવા ચાલુ કરવા માગ કરી રહ્યા છે. જેથી લોકોને સુવિધા મળી રહે અને મોંઘા ભાડા દર ન ચૂકવવા પડે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો