Bhavnagar: એક કરોડથી વધુના ખર્ચે પ્રજાજનો માટે ખરીદવામાં આવેલા ડસ્ટબીન વોર્ડ વિભાગની ઓફિસમાં પાંચ વર્ષથી ખાઈ રહ્યા છે ધૂળ

ભાવનગર મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. એક કરોડથી વધુના ખર્ચે પ્રજાજનો માટે ખરીદવામાં આવેલા ડસ્ટબીન વોર્ડ વિભાગની ઓફિસમાં પાંચ વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે. મનપા પ્રત્યે ડસ્ટબીન વિતરણમાં બેદરકારીના કારણે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2022 | 11:30 PM

Bhavnagar: ભાવનગર મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. એક કરોડથી વધુના ખર્ચે પ્રજાજનો માટે ખરીદવામાં આવેલા ડસ્ટબીન વોર્ડ વિભાગની ઓફિસમાં પાંચ વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે. મનપા પ્રત્યે ડસ્ટબીન વિતરણમાં બેદરકારીના કારણે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસે પણ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. બીજી તરફ ભાવનગરના મેયરે દાવો કર્યો છે કે, ડસ્ટબીન વિતરણમાં મનપાની કોઈ ભૂલ નથી. એટલું જ નહીં તેઓ દોષનો ટોપલો જનતા પર ઢોળી રહ્યા છે. મહત્વનું છે કે, શહેરીજનો માટે ભીના અને સૂકા કચરા માટે 2017-20 સુધીમાં તબક્કાવાર એક કરોડથી વધુના ખર્ચે ડસ્ટબીન ખરીદવામાં આવ્યા. ત્યારબાદ કરદાતાઓને ટેક્સ ભર્યાની પહોંચ બતાવીને ડસ્ટબીન વિના મૂલ્યે આપવાનું નક્કી કરાયું. પરંતુ આયોજનના અભાવે 42 હજાર જેટલા ડસ્ટબીન જેમના-તેમ પડી રહ્યા છે.

કુંભારવાડામાં નવા બનતા રોડનું કામ સ્થાનિકોએ અટકાવ્યું

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નવા બનતા રોડની નબળી કામગીરીને લઈ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. અક્ષરપાર્કમાં 40 ફૂટ રોડ પર સ્થાનિકોના એકઠા થયેલા ટોળાએ રોડની કામગીરી અટકાવી હતી. આ નવા બની રહેલા રોડનું થોડા દિવસો પહેલા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ખાતમુહૂર્ત કર્યું હતું. આ રોડની કામગીરી માટે 1.75 કરોડનું ટેન્ડર પાસ કરાયું છે.

મહુવામાં ગટરના પ્રશ્નોને લઇને મહિલાઓ આક્રમક

ભાવનગરના મહુવામાં ગટરના પ્રશ્નોને (poor drainage system) લઇને મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો. આ વાત છે જનતા પ્લોટ વિસ્તારની કે જ્યાં ડ્રેનેજનું પાણી લોકોના ઘરમાં ઘુસી જતા રહીશો હેરાન-પરેશાન થઇ ગયા છે. રસ્તા પર પણ ગટરના પાણી ફરી વળતા રાહદારીઓને ચાલવામાં મુશ્કેલી પડે છે. જ્યાં છેલ્લા એક મહિનાથી સ્થાનિકો આ સમસ્યા વેઠી રહ્યા છે. આ અંગે અનેક રજૂઆતો છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા 50 મહિલાઓએ જનતા પ્લોટથી લઇ નગરપાલિકા સુધી રેલી યોજી હતી. અને નગરપાલિકાનો ઘેરાવ કરી તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી હતી. મહિલાઓના ઉગ્ર દેખાવોને પગલે ભાવનગર પાલિકાના અધિકારીઓ પણ દોડતા થયા હતા. તેમજ સફાઇકર્મીઓના અટકેલા પગારને લીધે કામગીરી ન થઇ રહી હોવાનું કારણ આપ્યું હતું.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">