Ahmedabad: દશેરાને લઈ ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનોમાં લાગી લોકોની લાંબી લાઇન, જુઓ Video

Ahmedabad: દશેરાને લઈ ફાફડા-જલેબી ખરીદવા ફરસાણની દુકાનોમાં લાગી લોકોની લાંબી લાઇન, જુઓ Video

| Edited By: | Updated on: Oct 24, 2023 | 11:37 AM

Vijayadashami 2023 : દશેરાનું પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધુરો મનાય છે. ત્યારે આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જોવા મળી છે. આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે.

Ahmedabad : દશેરાનું (Dussehra 2023) પર્વ ફાફડા-જલેબીની જ્યાફત વગર અધુરો મનાય છે. ત્યારે આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જોવા મળી છે. આજે દશેરા પર્વને લઇ અમદાવાદની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે.

આ પણ વાંચો- Ahmedabad : બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાની ધામધૂમથી ઉજવણી, જુઓ Photos

દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જોવા મળી છે. ફાફડા જલેબીના ભાવમાં કોઇ પણ ભાવ વધારો થયો નથી. જો કે કિલો ઘી વાળી જલેબીનો કિલોનો ભાવ રૂપિયા 500 તેમજ કિલો ફાફડાનો ભાવ રૂપિયા 480 જેટલો છે. વેપારીઓને ફાફડા-જલેબી બનાવવા માટે એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે. ઓલપાડ, હાથસા અને ભરૂચ સહિતના વિસ્તારથી વેપારીઓને ફરસાણના ઓર્ડર મળ્યા છે. તો ફરસાણમાં ભાવ વધારો ન થતા લોકોમાં રાહતનો શ્વાસ છે. લોકો ધામધૂમથી દશેરાની ઉજવણી કરી રહ્યા છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો