ગુજરાતમાં દશેરા પર્વે રાવણદહનની શરતી મંજૂરી, આસ્થા જાળવવા સરકારનો નિર્ણય

દશેરાએ રાવણદહન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.ત્યારે ધાર્મિક પરંપરા ન તૂટે અને લોકોની શ્રદ્ધા જળવાઇ રહે તેવા હેતુસર સરકારે આ નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં દશેરાના પર્વે રાવણદહન કાર્યક્રમની શરતી મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે નવરાત્રીની જેમ 400 લોકોની મર્યાદામાં રાવણદહન કાર્યક્રમની તંત્ર દ્વારા મંજૂરી અપાશે.જોકે આયોજકોએ મંજૂરી લેવાની સાથે કોવિડ-19 ગાઇડલાઇનનું કડકપણે પાલન કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ છે કે દશેરાએ રાવણદહન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે.ત્યારે ધાર્મિક પરંપરા ન તૂટે અને લોકોની શ્રદ્ધા જળવાઇ રહે તેવા હેતુસર સરકારે આ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આસૂરી વૃત્તિને હરાવી વિજયનો ઉજાસ પાથરવાનો દિવસ એટલે કે વિજયા દશમી.. હિન્દુ ધર્મ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે.. દશેરાના દિવસને શસ્ત્રપૂજન અને વાહન ખરીદી માટે મહત્વનો માનવામાં આવે છે. સાથે જ આ દિવસે હવન-પૂજાના પણ આયોજનો કરવામાં આવે છે.આ પાવન પર્વ નિમિત્તે લોકો ફાફડા-જલેબીની જયાફત માણવાનું ચૂકતા નથી..

આ પણ વાંચો : GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 13 ઓક્ટોબરે કોરોનાના નવા 26 કેસ નોંધાયા, 20 દર્દીઓ સાજા થયા, એક પણ મૃત્યુ નહી

આ  પણ વાંચો : રાજકોટના ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 94. 64 ટકા જેટલું મતદાન નોંધાયું, આજે પરિણામ

Click on your DTH Provider to Add TV9 Gujarati