VIDEO : જ્યાં જુઓ ત્યાં ગંદકીનુ સામ્રાજ્ય ! આ દ્રશ્યો જોઈને તમે ભૂલી જશો કે આ સૌરાષ્ટ્રનું પાટનગર છે

મચ્છરજન્ય રોગચાળો વકરતાં ખુદ કોર્પોરેશને (RMC) જ સોસાયટીને સ્વચ્છતા રાખવા સહિત જુદા-જુદા નિયમો પાળવાની નોટિસ આપી છે.પરંતુ ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓને સોસાયટી બહાર ઉભરાતી ગટરો નથી દેખાતી...!

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2022 | 7:35 AM

રાજકોટમાં (Rajkot)  સાફ-સફાઈના બણગા તો ખૂબ ફૂંકવામાં આવે છે પરંતુ ખુદ મહાનગરપાલિકાને જ સ્વચ્છતામાં રસ ન હોય તેમ લાગી રહ્યું છે. RMCની (Rajkot Municicpal Corporation) બેદરકારીના કારણે રાજકોટની જીહિત સોસાયટીના લોકોને નર્કાગાર જેવી સ્થિતિમાં જીવન ગુજારવા મજબૂર થવું પડ્યું છે..આ સોસાયટી માધાપર ચોકડી (madhapar Chowkdi) નજીક આવેલી છે.જ્યાં છેલ્લા એક મહિનાથી ગટરો ઉભરાય છે.જેના કારણે મેલેરિયાનો (malaria) રોગચાળો ફાટી નીકળ્યો છે.મચ્છરજન્ય રોગચાળો વકરતાં ખુદ કોર્પોરેશને જ સોસાયટીને સ્વચ્છતા રાખવા સહિત જુદા-જુદા નિયમો પાળવાની નોટિસ આપી છે.પરંતુ ચૂંટાયેલા નેતાઓ અને અધિકારીઓને સોસાયટી બહાર ઉભરાતી ગટરો નથી દેખાતી…!

સત્તાધીશોએ જ આંખે પાટા બાંધી લીધા

આ ગટરોનું કામ કરવાની જવાબદારી જેમની છે તે સત્તાધીશોએ જ આંખે પાટા બાંધી લીધા છે. બીજી તરફ લોકોનો આક્ષેપ છે કે કોર્પોરેટર (Rajkot Corporators) અને RMCમાં અનેક રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. અધિકારીઓ અહીં ફક્ત આવીને આંટા મારીને જતા રહે છે.મેયર તો બેધડક કહી રહ્યા છે કે આજના દિવસમાં સમાધાન આવી જશે.પણ બીજી બાજુ સ્થાનિકો સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે આ વિસ્તાર બીમારીઓનો વિસ્તાર બની ગયો છે.હવે મેયરની (mayor) વાત માનીને જવાબદાર વિભાગ સાફ સફાઇ કરી જરૂરી કામગીરી તો જ આ સમસ્યાને જડમૂળથી દૂર કરી શકાશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">