Surat : સુરતમાંથી ઝડપાયો 2 લાખ 33 હજારની કિંમતનો ડ્રગ્સ, પોલીસે આરોપીની કરી ધરપકડ, જુઓ Video
ગુજરાતમાંથી અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે સુરતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભેસ્તાન પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં સફળતા મેળવી છે. પોલીસે 2.33 લાખ રુપિયાના MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાતમાંથી અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે સુરતમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. ભેસ્તાન પોલીસે ડ્રગ્સ વિરુદ્ધની કાર્યવાહીમાં સફળતા મેળવી છે. પોલીસે 2.33 લાખ રુપિયાના MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે યાસીન સલમાન શેખ નામના વ્યક્તિને ઝડપી પાડ્યો છે.
આરોપી પાસેથી પોલીસે કુલ 23.360 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે.ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 2 લાખ 33 હજાર રૂપિયા છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી યાસીન શેખ ટેલરીંગનો ધંધો કરતો હતો અને ડ્રગ્સના ગેરકાયદેસર ધંધામાં પણ સંડોવાયેલો હતો.
બીજી તરફ આ અગાઉ વડોદરાની રેલવે પોલીસે અમદાવાદ-પુરી ટ્રેનમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ ટ્રેનમાંથી બિનવારસી હાલતમાં 15 કિલો ગાંજો મળી આવ્યો. તો સુરત રેલવે સ્ટેશન પર આવેલી દોંડ-ગ્વાલિયર ટ્રેનમાંથી 11 કિલો ગાંજા સાથે એક આરોપીને ઝડપી લેવાયો. અહીં ગાંજાનો જથ્થો શોધવા પોલીસે સ્નિફર ડોગની મદદ લીધી અને ઑપરેશન પાર પાડ્યું.
