Banaskantha: ડીસાના સ્થાનિકો નશાખોરોથી પરેશાન, રોષે ભરાયેલા લોકોએ કાર્યવાહી કરવા કરી માંગ, જુઓ Video
બનાસકાંઠા જિલ્લામાં ડ્રગ્સને લઈ પોલીસ મૂક પ્રેક્ષક બની હોય એવી સ્થિતિ છે. ડીસા વિસ્તારમાં સ્થાનિકોનો રોષ વ્યાપી રહ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ અને યુવાનો ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા માટેની માંગ સાથે રજૂઆત કરી છે. નશાનુ નેટવર્ક ડીસામાં નેસ્ત નાબૂદ કરવા માટેની માંગ કરવામાં આવી છે. શીવનગર શાળા, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ સહિત કેટલીક સોસાયટી વિસ્તારમાં નશાનુ સેવન એ હદે વધી ચૂક્યુ છે કે, લોકો હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ Sabarkantha: હિંમતનગરને સ્વચ્છ બનાવવા અભિયાન, 5000 ડસ્બીન વેપારીઓને વિતરણ કરાયા, જુઓ Video
સોસાયટી વિસ્તારમાં ડ્રગ્સના સેવનના પ્લાસ્ટીકના રેપર, ઈંજેક્શનો જથ્થો પણ છૂટો નાંખતો જોવા મળી રહ્યો છે. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા માટે માંગ કરી છે. નગર પાલિકા દ્વારા સીસીટીવી કેમેરા લગાવે જેથી ડ્રગ્સ સેવન કરનારા ઓ લોકો પર નજર રહી શકે અને કાર્યવાહી કરી શકાય છે. વિસ્તારમાં લોકોએ જાણે કે રહેવુ મુશ્કેલ બની ગયુ હોય એમ રોષ ઠાલવ્યો છે.