ગુજરાત અને રાજસ્થાનમાં દુકાળના એંધાણ, ખાનગી હવામાન સંસ્થા સ્કાઇમેટની આગાહી

સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઇ માટે 97 ટકા વરસાદનું પૂર્વાનુમાન લગાવ્યું હતું. જેની સામે જૂન અને જુલાઇમાં LPAની 110 ટકા અને 93 ટકા વરસાદ થયો.

આ વખતે ગુજરાતને દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે. હવામાનની આગાહી આપતી ખાનગી કંપની સ્કાઈમેટે ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં આ વર્ષે દુકાળની આશંકા વ્યક્ત કરી છે. સ્કાઈમેટની આગાહી પ્રમાણે, આ વર્ષે વરસાદ સામાન્યથી 60 ટકા ઓછો રહેશે. ચોમાસાની ભૌગોલિક અસરની વાત કરીએ તો, ગુજરાત, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ અને પૂર્વોત્તર ભારતમાં હવે પછી પણ વરસાદ ઓછો રહેવાની આગાહી છે. તો ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુકાળની આશંકા છે. એટલે કે દેશના કેન્દ્રીય ભાગોમાં પાક આ વર્ષે નબળો રહેવાની આશંકા સેવાયેલી છે. જો કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં વરસાદ સામાન્યથી વધારે રહેશે.

સ્કાઈમેટે જૂન માટે 106 ટકા અને જુલાઇ માટે 97 ટકા વરસાદનું પૂર્વાનુમાન લગાવ્યું હતું. જેની સામે જૂન અને જુલાઇમાં LPAની 110 ટકા અને 93 ટકા વરસાદ થયો. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્કાઈમેટે હવામાનની આગાહીમાં ફેરફાર કરીને LPAને 94 ટકા કરી દીધું છે. મહિના પ્રમાણે જોઇએ તો ઓગસ્ટમાં LPAની સરખામણીમાં 80 ટકા વરસાદ થઇ શકે છે. જ્યારે સપ્ટેમ્બરમાં LPAની સરખામણીએ 20 ટકા વરસાદ સામાન્યથી પણ ઓછો થઇ શકે છે. મહત્વનું છે કે, LPA એટલે કે લાંબા સમયગાળામાં વરસાદનું સરેરાશ.

મહત્વનું છે કે, આ પહેલા સ્કાઈમેટે 13 એપ્રિલ 2021એ દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી આપી હતી. સ્કાઈમેટના કહેવા પ્રમાણે, ‘ચોમાસું નબળું રહેવાનું કારણ હિંદ મહાસાગરમાં દ્વિધ્રુવના લાંબા 5 તબક્કા અને જુલાઇ-ઓગસ્ટમાં તેમાં ફેરફાર ન થવાનું હોય શકે છે. હવે જોવું રહ્યું કે આ આગાહી કેટલી સાચી નિવડે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati