છોટાઉદેપુર : ડોલોમાઈટ સાથે સંકળાયેલા ઉદ્યોગોના માલિકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા, જુઓ વીડિયો
આદિવાસી બાહુલ્ય ધરાવતા આ જિલ્લામાં મોટે ભાગે આદિવાસી સમાજના 15થી 20 હજાર લોકો ડોલોમાઈટની ખાણો અને ફેક્ટરીઓમાં કામ કરી રોજી રોટી મેળવે છે. છોટાઉદેપુરમાં ડોલોમાઈટ પથ્થરની 30 જેટલી ખાણો અને 125 જેટલી પથ્થરમાંથી પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલી છે. જે બંધ થતા લોકોની રોજી બંધ થઈ છે.
ગુજરાત સરકારના ખાણ ખનીજ વિભાગે, ડોલોમાઈટનું વહન કરતા વાહનો પર જીપીએસ લગાવવાના કરેલા નિર્યણનો વિરોધ થઇ રહ્યો છે. છોટા ઉદેપુરમાં ડોલોમાઈટની ખાણની લીઝ ધારકોએ ડોલોમાઈટના ભાવમાં કરેલા વધારાના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ પાડી છે.
પહેલાથી જ ખાણ ધારકો ભાવ વધારાની માગ સાથે છેલ્લા 15 દિવસથી હડતાળ પર છે, ત્યારે હવે ફેક્ટરીઓ પણ બંધ થતાં શ્રમિકો સાથે ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોને માઠી અસર પહોંચી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા આ જિલ્લામાં મોટે ભાગે આદિવાસી સમાજના 15થી 20 હજાર લોકો ડોલોમાઈટની ખાણો અને ફેક્ટરીઓમાં કામ કરી રોજી રોટી મેળવે છે.
છોટાઉદેપુરમાં ડોલોમાઈટ પથ્થરની 30 જેટલી ખાણો અને 125 જેટલી પથ્થરમાંથી પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલી છે. જે બંધ થતા લોકોની રોજી બંધ થઈ છે.જેના કારણે શ્રમિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તો ડોલોમાઈટ ફેક્ટરી બંધ થતાં આદિવાસી સમાજના લોકો માટે રોજગારીનો સવાલ ઉભો થયો છે. એક તરફ છેલ્લા પંદર દિવસથી ખાણ ધારકો ફેકટરી માલિકો પાસેથી ભાવ વધારાની માગ સાથે હડતાળ પર છે, ત્યારે હવે ફેક્ટરી માલિકો પણ હડતાળ પર ઉતરતા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને સીધી અસર થઈ રહી છે.ખાણ ધારકો પ્રતિ ટન 370 રુપિયાની સામે 450ની માગ કરી રહ્યાં છે. જ્યારે બીજી તરફ ફેક્ટરી માલિકોને આ ભાવ વધારો પરવડે તેમ નથી. તેની હવે મજૂરો પર માઠી અસર થઈ રહી છે.
મોંઘવારીનો માર ખાઈ રહેલા હજારો લોકો માટે હવે માઈન્સ અને ફેક્ટરીઓ બંધ થતાં બેરોજગાર બન્યા છે, ત્યારે સરકારી અધિકારીઓ યોગ્ય નિરાકરણ લાવે તેવી માગ આ ઉદ્યોગથી જોડાયેલા લોકો કરી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
