બનાસકાંઠાઃ વડગામમાં સરકારી ગ્રાન્ટ NA થયેલી જમીનમાં વાપરી નાખતા વિવાદ, DDO એ અહેવાલ માંગ્યો
વડગામ તાલુકામાં છાપી ગામે સરકારી ગ્રાન્ટને બીન ખેતી જમીનમાં વાપરી નાંખવાનો મામલો સામે આવ્યો છે. સરકારી નાણાંનો દુરુપયોગ કરવાનો મામલો સામે આવતા જ બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ વડગામના તાલુકા વિકાસ અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો છે. આમ હવે સ્થાનિક સરપંચ અને તલાટી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.
બનાસકાંઠા જિલ્લાના વડગામમાં સરકારી ગ્રાન્ટના નાણાંનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યુ છે. સરકારી ગ્રાન્ટના નાણાંને સ્થાનિક ગ્રામ પંચાયતે બારોબાર બીનખેતી કરવામાં આવેલી જમીનમાં વાપરી નાંખ્યા હોવાના આક્ષેપ થયા છે. છાપી ગામના આ મામલામાં હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અહેવાલ માંગવામાં આવ્યો છે. વડગામ તાલુકા વિકાસ અધિકારીને અહેવાલ રજૂ કરવા માટે આદેશ કરાયો છે.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
આમ હવે આ મામલામાં અહેવાલ બાદ સ્થાનિક છાપી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે કાર્યવાહીના સંકેતો જણાઈ રહ્યા છે. અહેવાલ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જવાબદાર પદાધીકારી સામે આકરી કાર્યવાહી કરવામાં આવે એવી સંભાવનાઓ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો