Tapi : વ્યારામાં ટેમ્પો પલટી જતા 2 બાળકોના મોત, 15થી વધુ શ્રદ્ધાળુ હતા સવાર

ટેમ્પામાં કુલ 15થી વધુ શ્રદ્ધાળુ સવાર હતા. આ અકસ્માતને પગલે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2023 | 1:32 PM

તાપીના વ્યારાના ચિખલી ગામની સીમમાં ટેમ્પો પલટી જતા 2 બાળકોના મોત થયા છે. માહિતી મુજબ માંડવીના આંબાપારડી ગામેથી સોનગઢના દેવલીમાડી મંદિરે શ્રધ્ધાળુઓ જતા હતા, તે દરમિયાન અકસ્માત નડ્યો હતો. ટેમ્પામાં કુલ 15થી વધુ શ્રદ્ધાળુ સવાર હતા. આ અકસ્માતને પગલે અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા

ગઈકાલે નવસારીના વેસ્મા ગામ નજીક ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત થયા હતા. જ્યારે 16થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે. વેસ્મા ગામ નજીક નેશનલ હાઈવે 48 પર ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા, જ્યારે 16થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા છે.

બસ ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા અકસ્માતની ઘટના બની. મળતી માહિતી મુજબ લક્ઝરી બસ અમદાવાદ ખાતે યોજાયેલા શતાબ્દી મહોત્સવમાંથી મુસાફરોને લઈને પરત આવી રહી હતી. જ્યારે કાર વલસાડથી સુરત તરફ જઈ હતી જેમા અંકલેશ્વરના મુસાફરો હતા. તમામ મૃતકો અંકલેશ્વરની કંપનીમાં નોકરી કરતા હતા. વલસાડ ફરવા ગયા હતા અને આવતા અકસ્માતમાં કરૂણ મોત થયા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">