દિવાળી પર્વે દ્વારકામાં શ્રદ્ધાળુઓની ભીડ, મંદિરને શણગારવામાં આવ્યું

દ્વારકાના સુદામાસેતુ, ગોમતીઘાટ સહિતના દરિયાકાંઠે પણ પ્રવાસીઓ આનંદ માણતા જોવા મળ્યાં. જ્યારે બજારોમાં પણ ખરીદી જોવા મળતાં વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 9:40 PM

દિવાળી પર્વે(Diwali)દ્વારકામાં(Dwarka)શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પહોંચ્યા છે. ભગવાન દ્વારકાધીશના ધ્વજારોહણમાં ભક્તોની(Devotees)ભીડ જોવા મળી તો દિવાળી પર્વે હોટલોમાં સારૂ બુકિંગ નોંધાયું. દ્વારકાના સુદામાસેતુ, ગોમતીઘાટ સહિતના દરિયાકાંઠે પણ પ્રવાસીઓ આનંદ માણતા જોવા મળ્યાં. જ્યારે બજારોમાં પણ ખરીદી જોવા મળતાં વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે. દિવાળીએ દ્વારકાધીશના વિશેષ શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

દિવાળીના તહેવારો નિમિત્તે દ્વારકાધીશના દર્શને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.. દિવાળી પર્વને લઈ દ્વારકાધીશના મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.. જે રાત્રિ દરમિયાન નયનરમ્ય લાગે છે.. તો બીજીતરફ દિવસભર શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન માટે લાઈન લગાવે છે.. અનેક ભક્તો સોના-ચાંદીની ભેટ પણ અર્પણ કરી રહ્યા છે..આજે દ્વારકાધીશના એક ભક્તે 300 ગ્રામ સોનાનો હીરાજડીત હાર અર્પણ કર્યો છે.. જ્યારે અન્ય એક ભક્તે 150 ગ્રામ સોનાનો હીરાજડીત હાર અર્પણ કર્યો છે.. શ્રીજીને 1200 ગ્રામ ચાંદીનો થાળ પણ અર્પણ કરવામાં આવ્યો છે.

આજે મહાપર્વ દિવાળીનો(Diwali)તહેવાર છે.દેશભરમાં પ્રકાશના પાવન પર્વ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે.ત્યારે રાજ્યભરમાં મંદિરોમાં(Temple)ભક્તોની ભીડ જોવા મળી રહી છે.મહેસાણામાં પ્રખ્યાત બહુચરાજી મંદિરમાં(Bahucharaji) માતાજીને સોનાનો થાળ(Golden Thal)ધરાવવામાં આવ્યો.

દિવાળી નિમિત્તે મા બહુચરાજીને સોનાની થાળી, વાટકા અને ચમસીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો.આ તરફ યાત્રાધામ ડાકોર મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.ડાકોર મંદિરમાં પાંચ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે છે. દિવાળી પર્વે દ્વારકામાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પ્રભુના દર્શન કરવા પહોંચ્યા

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ નૂતન વર્ષનો પ્રારંભ પંચદેવ મંદિરમાં દર્શનથી કરશે, ભદ્રકાળી માતાના દર્શન પણ કરશે

આ પણ વાંચો : વડોદરામાં દિવાળીના રોજ સ્વામિનારાયણ મંદિરમાં સામૂહિક ચોપડા પૂજન યોજાયું

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">