Panchmahal: ધુમ્મસના પગલે પાવાગઢ પર હિલ સ્ટેશન જેવો નજારો, મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ

પહાડી વિસ્તારોમાં ચોમાસાને (Monsoon) કારણે અદભુત નજારો જોવા મળતો હોય છે. ત્યારે યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) પણ પહાડી વિસ્તાર હોવાને કારણે ચોમાસામાં રમણીય વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 6:26 PM

ગુજરાતના (Gujarat) મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાને (Monsoon 2022) પગલે વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ ધમધમાટી બોલાવી છે. વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે. સાથે જ વાતાવરણ ખુશનુમા બન્યુ છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ચોમાસાને કારણે અદભુત નજારો જોવા મળતો હોય છે. ત્યારે યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) પણ પહાડી વિસ્તાર હોવાને કારણે ચોમાસામાં રમણીય વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે ભક્તો ધસારો જોવા મળી રહ્યો છે.

પાવાગઢમાં ભક્તોનો ધસારો

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં ભક્તોની ભીડ ઉમટી છે. વરસાદી માહોલ વચ્ચે પાવાગઢ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યુ છે. પાવાગઢ મંદિરની આસપાસ નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યો છે. ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે પાવાગઢ મંદિર પર હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળી રહ્યો છે. આજે રવિવારને પગલે રાજ્ય સહિત આસપાસના રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડયા. માત્ર પાવાગઢનું મહાકાળી મંદિર જ નહીં પાવાગઢમાં તળેટીમાં આવેલા સ્થળો પર પણ લોકોનો ધસારો વધ્યો છે.

પહાડ પર નયનરમ્ય નજારો

પાવાગઢમાં ચોમાસાને પગલે ધુમ્મસની ચાદર છવાયેલી છે. જેના કારણે પહાડ પર ખૂબ જ નયનરમ્ય નજારાઓ જોવા મળે છે. ત્યારે માતાજીની ભક્તિ સાથે કુદરતી દ્રશ્યોનો પણ લ્હાવો મળે તે માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા છે. પાવાગઢમાં મંદિરની બંને તરફના પગથિયા પણ ભક્તોથી ખીચોખીચ ભરેલા જોવા મળી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">