અમદાવાદમાં છઠ્ઠ પૂજાને પગલે ઇન્દિરાબ્રિજ ઘાટ પર ભીડ, લોકોએ ઉત્સાહભેર પૂજા કરી

અમદાવાદમાં છઠ્ઠ પૂજા કાર્યક્રમમાં મહા આરતીનું પણ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.આ દરમિયાન છઠ્ઠ પૂજા માટેની વ્યવસ્થા લઈ મહિલાઓએ ગુજરાત સરકાર વખાણ કર્યા હતા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:53 PM

પ્રકૃતિની મહાપૂજા એટલે છઠ્ઠ પૂજા.ખાસ કરીને આ તહેવાર ઉત્તર ભારતીયો માટે મહત્વનો તહેવાર મનાય છે..આ દિવસે પરંપરા મુજબ મહિલાઓ ડૂબતા સૂર્યની પૂજા કરે છે.મહિલાઓ પોતાના પરિવારની સુખ શાંતિ માટે પૂજા કરે છે.ત્યારે આજે અમદાવાદમાં પણ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી હતી.આ દરમિયાન ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી હતી.

એટલું જ નહીં અને છઠ્ઠ પૂજા કાર્યક્રમમાં મહા આરતીનું પણ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.આ દરમિયાન છઠ્ઠ પૂજા માટેની વ્યવસ્થા લઈ મહિલાઓએ ગુજરાત સરકાર વખાણ કર્યા હતા અને કહ્યું કે બિહારની નીતિશ કુમારની સરકાર પણ ગુજરાત સરકાર જેવી વ્યવસ્થા કરે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતીયો માટે છઠ પૂજા પવિત્ર તહેવાર માનવામાં આવે છે. ઉતર ભારતીયો માટે છઠ પૂજા એ અતિ પવિત્ર તહેવાર માનવામાં આવે છે,બિહાર,ઉત્તર પ્રદેશ અને ઝારખંડમાં લોકો છઠ પૂજા ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. નદી કિનારે આથમતા સૂર્યને નમન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે.

દિવાળી બાદ આવતી છઠ નું ઉત્તરભારતમાં અતિ મહત્વ હોય છે.ઉત્તર ભારતીય લોકો નદી કિનારે સૂર્યને નમન કરે છે અને પૂજાની સામગ્રી સાથે આવતા શ્રદ્ધાળુઓએ નદીના પાણીમાં પૂજા અર્ચના કરી હતી. વિવિધ પ્રકારના ફળ શેરડી થી ભગવાન સૂર્ય નારાયણ ની પૂજા કરે છે કહેવાય કે છે કે આ પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધી વધે છે

આ પણ વાંચો : ગુજરાતમાં યુનિવર્સિટીઓના કુલપતિ અને ઉપકુલપતિની સત્તામાં કાપ મુકવા અંગે કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

આ પણ વાંચો : ગુજરાતની કોરોના રસીકરણને લઈને વધુ એક સિદ્ધિ, પાંચ મહાનગરોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ પૂર્ણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">