Devbhumi Dwarka Video : ખંભાળિયામાં રખડતા ઢોર પકડતી ટીમ ગાયોને બેરહમીપૂર્વક ચડાવતાનો વીડિયો આવ્યો સામે, પશુ પ્રેમીઓમાં રોષ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાનો એક વીડિયો સામે આવ્યો છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ઢોર પકડતી વખતે ગાયોને બેરહમીપૂર્વક વાહનમાં ચડાવતા નજરે પડ્યા હોવાના આક્ષેપ કરતો વીડિયો સામે આવ્યો છે. તેમજ તેમાં અનેક ગાયો પકડતી વખતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાનું પણ સામે આવ્યુ છે. જેમાં લોહી લુહાણ હાલતમાં ગાયોને ઢસડી વાહનમાં ચડાવતા હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે પશુ પ્રેમીઓમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો છે.
Dwarka Video : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાનો એક વીડિયો સામે આવ્યો છે. ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાંથી રખડતા ઢોર પકડતી વખતે ગાયોને બેરહમીપૂર્વક વાહનમાં ચડાવતા નજરે પડ્યા હોવાના આક્ષેપ કરતો વીડિયો સામે આવ્યો છે. તેમજ તેમાં અનેક ગાયો પકડતી વખતે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાનું પણ સામે આવ્યુ છે.જેમાં લોહી લુહાણ હાલતમાં ગાયોને ઢસડી વાહનમાં ચડાવતા હોવાનું સામે આવ્યુ છે. જેના પગલે પશુ પ્રેમીઓમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો છે.
આ પણ વાંચો : Devbhumi Dwarka Video: ખંભાળિયા પંથકમાં ગરબા રમ્યા બાદ વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત
તો બીજી તરફ જામનગરના ઢોર ડબ્બામાં ઢોર સુરક્ષિત નથી તેવા પણ આક્ષેપ છે.રણજીત સાગર ડેમ નજીક આવેલા ઢોર ડબ્બામાં રખાતા પશુઓની હાલત દયનીય જોવ મળી હતી. આ આક્ષેપ થતાં જ ખળભળાટ મચી ગયો હતો. ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા પશુઓમાંથી 10 મહિનામાં જ લગભગ 950થી વધુ પશુઓના મોત થયા હતા.જેના પગલે વિપક્ષે સરપ્રાઈઝ વિઝીટ લેતાં આ હકીકતને ઉજાગર થઈ હતી.ઢોરની યોગ્ય કાળજી ન રાખતા તેમજ પૂરતો ખોરાક ન આપતા હોવાનું વિપક્ષે આક્ષેપ કર્યા હતા.
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
