દેવભૂમિ દ્વારકા વીડિયો: કલ્યાણપુર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો, મગફળીના પાકને નુકસાન થાય તેવી સંભાવના

દેવભૂમિ દ્વારકા વીડિયો: કલ્યાણપુર પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો, મગફળીના પાકને નુકસાન થાય તેવી સંભાવના

| Updated on: Oct 29, 2023 | 8:40 AM

કલ્યાણપુરના જામ દેવળીયા અને સણોસરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુર શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં મગફળીનો પાક નીકાળવાના સમયે કમોસમી વરસાદ ખાબક્તા ખેડૂતનોને નુકસાન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં હવે ઠંડીની શરુઆત થઈ રહી છે. પરંતુ ત્યાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં સતત બે દિવસથી વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. જ્યારે શરદ પૂનમના દિવસે કલ્યાણપુરના જામ દેવળીયા અને સણોસરા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુર શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

હાલમાં રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી કરવામાં આવી છે. તેમજ મગફળીનો પાક નીકાળવાના સમયે કમોસમી વરસાદ ખાબક્તા ખેડૂતનોને નુકસાન થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ કલ્યાણપુર પંથકમાં વરસાદ પડ્યો હતો. દ્વારકાના કલ્યાણપુર પંથકમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 29, 2023 08:38 AM