Devbhumi Dwarka : મેઘરાજા મન મૂકીને વરસ્યા, 2 કલાકમાં 3 ઇંચ વરસાદ, ઠેર ઠેર પાણી જ પાણી

દેવભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka ) જિલ્લામાં વરસાદની ફરી વાર એન્ટ્રી થઇ છે. ભાટિયાના ગોકલપર ગામમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 7:32 AM

Devbhumi Dwarka : હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નાગરિકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે જ વરસાદ વરસતા રાહતની લાગણી અનુભવી હતી.

દેવભૂમિ દ્વારકાના ભાટિયા, ગોકલપર ગામોમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના પગલે ગોકલપર સીમના ખેતરોમાં પાણી ભરાયા છે. ભાટિયામાં ધોધમાર વરસાદના પગલે ભોગાત ભાટીયા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે.

કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા, ભોગાત, ગઢકા, પટેલકા, ખાખરડા, સહિતના ગામોમાં વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થયા હતા.

દ્વારકામાં વરસાદે તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી છે. દ્વારકામાં ખબકેલા 3 ઇંચ જેટલા વરસાદથી જનજીવનને અસર પહોંચી છે. ગાજવીજ સાથે વિજળી દ્વારકાધીશના શિખર ધ્વજ પર પડતા ધ્વજા ખંડિત થઈ હતી. કુદરતી આફતો વાવજોડા સહિતના સંકટોમાં દ્વારકાધીશ નગરજનોની રક્ષા કરતા હોવાની માન્યતાને વધુ વેગ મળ્યો છે.

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">