Devbhoomi Dwarka : સલાયા ગામમાં બે બાળકીના રહસ્યમય મોત, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થશે
સલાયા ગામના જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાળકીનાં રહસ્યમય રીતે મોત થયા છે. કોઈ ઝેરી પ્રાણી કરડી જતા બે બાળકીનાં મોત થયાની આશંકા છે.
Devbhoomi Dwarka : જિલ્લાના સલાયા ગામના જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બાળકીનાં રહસ્યમય રીતે મોત થયા છે. કોઈ ઝેરી પ્રાણી કરડી જતા બે બાળકીનાં મોત થયાની આશંકા છે. એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે બીજી બાળકીને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા સમયે મોત થયું હતું. જો કે બાળકીના મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલ તો બાળકીના મોતને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. અને, ગામમાં તરેહતરેહની ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું.
Latest Videos
Latest News