Devbhoomi Dwarka : દરિયામાં ભારે કરંટ જોવાયો, ગોમતીઘાટ પર 10થી 12 ફુટ ઉંચા મોજા ઉછળ્યાં

વરસાદી માહોલ વચ્ચે દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતીઘાટ કિનારે તેમજ દરીયા કિનારે 10થી 12 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા હતા.

Devbhoomi Dwarka : હાલ રાજયભરમાં વરસાદી માહોલ છે. ત્યારે દરિયાકિનારે પણ વરસાદને કારણે વાતાવરણ આહલાદક બન્યું છે. પરંતુ, આ વરસાદી માહોલ વચ્ચે દેવભૂમિ દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. ગોમતીઘાટ કિનારે તેમજ દરીયા કિનારે 10થી 12 ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળ્યા હતા. તથા, તોફાની પવનો સાથે દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયા ગાંડોતૂર બનતા અહીં દરિયાકિનારાની આસપાસ વાતાવરણ ગંભીર બની ગયું હતું. નોંધનીય છેકે છેલ્લા 2 દિવસથી રાજયમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. ત્યારે દ્વારકામાં પણ મેઘસવારી પહોંચી હતી. અને, વરસાદમાં દ્વારકાનું વાતાવરણ નયનરમ્ય બન્યું છે. અને, તેમાં પણ દરિયાના તોફાની દ્રશ્યો જોવાનો લ્હાવો પણ અનેરો છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati