Devbhoomi Dwarka: ખંભાળિયામાં ગાજવીજ અને તોફાની પવન સાથે વરસ્યો 1.5 ઇંચ વરસાદ

દોઢ ઇંચ વરસાદથી (Rain )શહેરના મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.ખંભાળિયા શહેરના જોધપુરગેટ, નગરગેટ, સોનીબજાર, લુહાર શાળ, સહિતના માર્ગો પર પાણી ફરી વળ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 8:21 AM

ગુજરાતના  (Gujarat rain) વિવિધ જિલ્લાઓમાં ફરી એક વાર વરસાદની શરૂઆત થઈ છે ત્યારે દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ અને તોફાની પવન સાથે દોઢેક ઇંચ વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયામાં (Khmabhaliya)  મોડી રાત્રે વરસાદ ખાબકતા શેરીઓમાં પાણી પાણી થઈ ગયું હતું અને લાંબા સમય બાદ પડેલા વરસાદથી  ઠંડક વ્યાપી ગઈ હતી.

ખંભાળિયા શહેરની શેરીઓમાંથી વહ્યું પાણી

દોઢ ઇંચ વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.ખંભાળિયા શહેરના જોધપુરગેટ, નગરગેટ, સોનીબજાર, લુહાર શાળ, સહિતના માર્ગો પર પાણી પાણી જોવા મળતું હતું અને ખંભાળિયા શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી.   તો બીજી તરફ રાજકોટ જિલ્લાનામાં પણ જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. દોઢ ઈંચ વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી વહેતા થયા હતા. અમરેલીના જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગુજરાતમાં  કડાકા ભડાકા સાથે વરસાદ

રાજ્યના 6 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને  ગુજરાતમાં  સૌથી વધુ વલસાડના ઉમરગામમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.  તો  વાપીમાં બે ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં  પાણી ભરાઈ  ગયા હતા. રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સુરતમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. સુરતના રાંદેર, અડાજણ,ભાગળ, અલથાન સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને મહિધરપુરામાં ધોધમાર વરસાદના કારણે શેરીમાં પાણી ભરાયા છે. તો રાજકોટ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો..

આ તરફ ડાંગના સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વલસાડના વાપી અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે.વાપીમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ ઠેર ઠેર પાણી ભરાયા હતા. તો પંચમહાલ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું હતું. ગોધરા, શહેરા સહિતના આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.બોટાદ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">