Surat : ધડામ કરતી ધરાશાયી થઇ ગઈ ફાયર સ્ટેશનની બિલ્ડીંગ, ચોંકાવનારો વિડીયો આવ્યો સામે

Surat: મજુરા ગેટ ફાયર સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઈ. જોત જોતામાં ફાયર સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઈ. ઘણા સમયથી ખાલી કરવામાં આવેલી આ બિલ્ડીંગનું ડિમોલિશનનું કામ ચાલી રહ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 7:00 PM

સુરત શાહેરથી મોટી ઘટના સામે આવી છે. સુરતમાં મજુરા ગેટ ફાયર સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઈ. જોત જોતામાં ફાયર સ્ટેશનની બિલ્ડિંગ જમીનદોસ્ત થઇ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વિડીયો કેમેરામાં કેદ થઇ ગયો. બિલ્ડીંગ ધરાશાહી થઇ જતા ભયાનક દ્રશ્ય સર્જાયું હતું. અચાનક આખી બિલ્ડીંગ તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ બિલ્ડીંગ જર્જરિત હતી. જર્જરિત ફાયર સ્ટેશનની ઇમારતને તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી. મશીન દ્વારા આ બિલ્ડીંગ પાડવામાં આવી રહી હતી.

આ જર્જરિત બિલ્ડીંગનું ડિમોલિશનનું કામ એક અઠવાડિયાથી ચાલી રહ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી આ બિલ્ડીંગ ખાલી કરવામાં આવી હતી. છેવટે આજે આ બિલ્ડીંગનું ડિમોલિશન કરી દેવામાં આવ્યું. મળેલી માહિતી પ્રમાણે બિલ્ડીંગ મશીનની મદદથી તોડવામાં આવી રહી હતી. અને બિલ્ડિંગ એકાએક પત્તાના મહેલની જેમ તૂટી પડી છે. જેનો વિડીયો આપ જોઈ શકો છો. સારી બાબત એ છે કે આ ઘટનામાં કોઇ જાનહાની નહીં થઇ હોવાની માહિતી બહાર આવી છે. પરંતુ વિડીયોમાં એ પણ જોઈ શકાય છે કે એક તરફ વાહન વ્યવહાર ચાલુ હતો અને અચાનક આ બિલ્ડીંગ પડી જતા લોકો ચોંકી ગયા હતા.

 

આ પણ વાંચો: Rajkot: યુવતી સાથે કારમાં રંગરલીયા મનાવતા પોલીસમેનનો વિડીયો વાયરલ, સ્થાનિકોએ આપ્યો મેથીપાક

આ પણ વાંચો: Rajkot : “કૌન બનેગા કરોડપતિ મેં આપકા સ્વાગત હૈ” અને, યુવાન સાથે થઇ છેતરપિંડી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">