કાંકજ સ્કૂલ વિવાદ, શારદા શિક્ષણ તીર્થ શાળાની ઉચ્ચતર પ્રાથમિકની માન્યતા રદ, ફટકાર્યો દંડ

કાંકજ સ્કૂલ વિવાદ, શારદા શિક્ષણ તીર્થ શાળાની ઉચ્ચતર પ્રાથમિકની માન્યતા રદ, ફટકાર્યો દંડ

| Edited By: | Updated on: Oct 30, 2023 | 10:54 PM

અમદાવાદમાં શાળાઓમાં સંખ્યા દર્શાવવા અને શિક્ષણના નામે વેપાર કરવાનો ખેલ ચાલતો હોવાનુ સામે આવ્યુ છે. પાલડી કાંકજની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં અભ્યાસ ચાલતો હોવાનુ કૌભાંડ બહાર આવ્યા બાદ ચોંકી ઉઠેલા શિક્ષણ વિભાગે કાર્યવાહી શરુ કરી છે. શિક્ષણાધિકારીએ ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણની માન્યતાને રદ કરી દેવામાં આવી છે. જ્યારે શાળાને એક લાખ રુપિયા દંડ ફટકાર્યો છે.

અમદાવાદના દસક્રોઈની પાલડી કાંકજ શાળામાં વિદ્યાર્થીઓના એડમીશન અને હાજરીને લઈ આચરવામાં આવેલ કૌભાંડ સામે આવ્યુ હતુ. શાળામાં 60 જેટલા વિદ્યાર્થીઓને ખોટા એડમીશન આપવામાં આવ્યા હતા. તેમજ માન્ય વિનાના ધોરણનુ પણ સંચાલન કરવામાં આવ્યુ હતુ. જેને લઈ ભાંડો ફૂટતા સ્થાનિક શિક્ષણ વિભાગે ફરિયાદ આધારે તપાસ શરુ કરી હતી. જેને લઈ અસલાલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કાર્યવાહી શાળા પર કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સાબરમતી નદીના પટમાંથી 16 કરોડની કિંમતની 5 લાખ મેટ્રિક ટન રેતીની ચોરી, પ્રાંતિજ પોલીસે શરુ કરી તપાસ

શારદા તીર્થની ધોરણ 6 થી 8 ની માન્યતાને રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળા સંચાલકને 1 લાખ રુપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આમ હવે કૌભાંડ બહાર આવ્યા બાદ શિક્ષણ વિભાગે આકરી કાર્યવાહી કરી છે. આ પહેલા પોલીસે શાળા સંચાલકની ધરપકડ કરી હતી. જ્યારે પ્રાથમિક સરકારી શાળાના આચાર્યની પણ ધરપકડ કરવા માટે શોધખોળ શરુ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 30, 2023 04:52 PM