Mehsana: 84 કડવા પાટીદાર સમાજની માગ, દીકરી ભાગીને લગ્ન કરે તો વાલીની સહી ફરજિયાત કરાય, વાલી સંમતિ ન આપે તો મિલકતમાંથી બેદખલ કરાશે

SPG અધ્યક્ષ લાલજી પટેલે (SPG Chairman Lalji Patel) કહ્યું કે 84 કડવા પાટીદાર સમાજની માગણીને અમારો ટેકો છે. પ્રેમ લગ્નની આડમાં અસામાજિક તત્વો દ્વારા દીકરીઓને ફસાતી બચાવવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2022 | 5:45 PM

મહેસાણાના (Mehsana) 84 કડવા પાટીદાર સમાજમાં (Patidar community) એક નવી માગ ઉઠી છે. સમાજની કારોબારી બેઠકમાં (Patidar Samaj) સમાજની દીકરીઓ માટે કાયદો બનાવવા માગ કરવામાં આવી છે. તેમાં દીકરી ભાગીને લગ્ન કરે તો મિલ્કતમાંથી નામ કમી થાય તે માટે સમગ્ર મામલે સરકારને સમાજ રજૂઆત કરશે. દીકરીની લગ્ન નોંધણીમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા માગ કરાઇ છે.

મહેસાણાના 84 કડવા પાટીદાર સમાજે પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે માતા-પિતાની સહી ફરજિયાત રાખવાની માગણી કરી. દીકરીની લગ્ન નોંધણી સમયે માતા-પિતાની સહી ન હોય તો દીકરીનું મિલકતમાંથી આપોઆપ નામ નીકળી જાય તેવી સરકારમાં રજૂઆત કરાશે. 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુ પટેલે કહ્યું કે દીકરીઓના અયોગ્ય યુવક સાથે થતા પ્રેમ લગ્નથી સર્વ સમાજ પરેશાન છે.

ગામ સમાજમાં સારી નામના કે મોભો ધરાવતો પરિવાર દીકરીના અયોગ્ય યુવક સાથેના પ્રેમ લગ્ન બાદ દુ:ખી થાય છે. પ્રેમ લગ્ન બાદ યુવકો દીકરીની મિલકત માટે તેના પરિવારજનો સામે કેસ કરીને હેરાન કરે છે. આ સમસ્યા મુદ્દે તમામ સમાજને સાથે રાખીને 84 કડવા પાટીદાર સમાજના પ્રમુખ સરકારમાં રજૂઆત કરશે. SPG ગ્રૂપ પણ અગાઉ દીકરીના પ્રેમ લગ્ન સમયે માતા-પિતાની સહી ફરજિયાત રાખવાની માગ કરી ચુક્યું છે.

SPG અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું કે 84 કડવા પાટીદાર સમાજની માગણીને અમારો ટેકો છે. પ્રેમ લગ્નની આડમાં અસામાજિક તત્વો દ્વારા દીકરીઓને ફસાતી બચાવવી જોઈએ. અમે કાયદામાં ફેરફારની લાંબા સમયથી માગ કરી રહ્યાં છીએ. આ ઉપરાંત દીકરીઓને યોગ્ય જાણકારી મળે તે માટે 45 મિનિટનું નાટક તૈયાર કર્યું છે. જે સમાજના જુદા-જુદા પ્રસંગોમાં બતાવીને જાગૃતિ ફેલાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: આપ અને BTP ગુજરાત વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડશે, બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત

આ પણ વાંચોઃRajkot: ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું મોટું નિવેદન, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">