અમદાવાદ વીડિયો: નવરંગપુરા પોલીસ મથકમાં લાખોની ઠગાઈના કેસમાં પકડાયેલા આરોપીનું મોત, પીએમમાં થયો ચોંકાવનારો ખુલાસો
અમદાવાદના સીજી રોડ પર આવેલી જવેલર્સમાં 58 લાખની ઠગાઈ કેસમાં દીપક પંચાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. પોલીસ મથકમાં મૃત્યુ થતા મૃતદેહને પીએમ કરવા માટે ખસેડાયો છે. પીએમ કરવામાં પીએમ રિપોર્ટમાં મૃતકનું એસિડ પીવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે.
અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં પકડાયેલા આરોપીનું મોત થયુ છે. અમદાવાદના સીજી રોડ પર આવેલી જવેલર્સમાં 58 લાખની ઠગાઈ કેસમાં દીપક પંચાલ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. પોલીસ મથકમાં મૃત્યુ થતા મૃતદેહને પીએમ કરવા માટે ખસેડાયો છે. પીએમ રિપોર્ટમાં મૃતકનું એસિડ પીવાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે. તો મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
આ સાથે જ પોલીસ કસ્ટડી દરમ્યાન એસિડ પીવડાવ્યું હોવાનો પરિવારજનો આક્ષેપ કર્યો છે. તો આ ઘટના મામલે પોલીસનું કહેવુ છે કે પોલીસ મથકમાં તમામ કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવી છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે તેવુ જણાવ્યુ છે.
Latest Videos
લસણની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ ! 2 આરોપીની કરી ધરપકડ
માવઠાથી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર, ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબૂર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
