22 જાન્યુઆરીએ ગુજરાતમાં અડધી રજા જાહેર, રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઇને સરકારનો નિર્ણય
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યભરમાં જાહેર રજાની માગ સરકારના વિવિધ વિભાગોમાંથી ઉઠી હતી.કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. આ દિવસે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારે ગુજરાતના લોકોને તેમાં જોડાવા અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં આ માટેની તૈયારીઓને અંતિમ ઓપ અપાઈ રહ્યો છે જેને લઈને દેશવાસીઓમાં ખુશીની લહેર છે, ત્યારે ઉત્સાહને જોતા ગુજરાત સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે.
22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલાલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગુજરાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે,ત્યારે અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઇને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પણ ગુજરાતમાં અડધા દિવસની રજા જાહેર કરી છે. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ બપોરના 2:30 વાગ્યા સુધી બંધ રહેશે.22મીના મહોત્સવમાં તમામને જોડવા સરકારે આ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો-અયોધ્યા રામ મંદિર સાથે નામ જોડાતા કંપનીના શેરને પાંખો લાગી, 5 દિવસમાં 40% ઉછળ્યો સ્ટોક
ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાજ્યભરમાં જાહેર રજાની માગ સરકારના વિવિધ વિભાગોમાંથી ઉઠી હતી.કેન્દ્ર સરકારે 22 જાન્યુઆરીએ સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવાની જાહેરાત કરી છે. આ દિવસે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. કહેવામાં આવ્યું છે કે આ ભવ્ય સમારોહમાં 7000 થી વધુ લોકો એકઠા થશે. રામમંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઘણા રાજ્યોએ સરકારી રજા પણ જાહેર કરી છે.જેમાં હવે ગુજરાત પણ સામેલ છે.
