કોરોનાના એપીસેન્ટર અમદાવાદમાં ફ્લાવર શો અંગે કોર્પોરેશને લીધો આ નિર્ણય

ફલાવર શો યોજવા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે ફલાવર શો યોજવા એએમસીની તમામ તૈયારી છે. હાલ સરકારની ગાઇડલાઇન મુજબ ફલાવર શો યોજવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 6:00 PM

ગુજરાતમાં(Gujarat)અને તેમા પણ અમદાવાદમાં(Ahmedabad)દિવસે દિવસે ઓમિક્રોન(Omicron)અને કોરોનાના(Corona) કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે સરકાર દ્વારા કાઈટ ફેસ્ટિવલ(Kite Festival)તેમજ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું(FL આયોજનની જાહેરાત કરી છે. જેમાં જાન્યુઆરીમાં શરૂઆતના આ કાર્યક્રમોની તૈયારીઓ પણ શરુ થઇ ગઇ છે.

સરકારની ગાઇડલાઇન મુજબ ફલાવર શો યોજવામાં આવશે

આ અંગે કોર્પોરેશની સ્ટેન્ડિંગ  કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે કોરોના વિસ્ફોટ વચ્ચે એએમસી ફલાવર શોનું પણ આયોજન કરશે.ફલાવર શો યોજવા અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે ફલાવર શો યોજવા એએમસીની તમામ તૈયારી છે. હાલ સરકારની ગાઇડલાઇન મુજબ ફલાવર શો યોજવામાં આવશે

આ તરફ અમદાવાદના મેયર કિરિટ પરમારને જ્યારે સવાલ કરાયો કે કોરોનાકાળમાં ફ્લાવર શૉ રદ થશે કે નહીં ત્યારે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્દેશ અપાશે તે મુજબ નિર્ણય લેવાશે.

કોંગ્રેસના નેતાઓએ આ  મામલે વિરોધ નોંધાવ્યો

સામાન્ય દિવસોમાં પણ ફ્લાવર ગાર્ડનમાં શનિવાર અને રવિવારે લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે ત્યારે ફ્લાવર શો દરમિયાન ફ્લાવર ગાર્ડનના ગેટ બંધ કરવા પડે તે પ્રકારની સ્થિતિ ભૂતકાળમાં દરેક વર્ષે જોવા મળી છે.જો કે કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને કોરોનાની આ મહામારીમાં કેસો વધી રહ્યા છે ત્યારે કાઈટ ફેસ્ટિવલ તેમજ ફ્લાવર શો જેવા ઉત્સવ પર સરકાર દ્નારા રોક લગાવવા માગ કરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં બાળકોના રસીકરણની તૈયારીઓની સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી

આ પણ વાંચો :  Vibrant Gujarat Summit 2022 : જાણો કેટલા દેશો બન્યા કન્ટ્રી પાર્ટનર આટલી કંપનીઓ થઈ રજીસ્ટર 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">