ડાંગ: શિયાળાની સવારે સાપુતારાની સુંદરતા સોળે કળાએ ખીલી ઉઠી, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 05, 2024 | 9:57 AM

ડાંગ: દક્ષિણ ગુજરાતના ગિરિમથક ડાંગમાં શિયાળાની મોસમમાં વાતાવરણમાં ઠંડક સાથે નયનરમ્ય દ્રશ્યોનું સર્જન થયું છે. ધુમ્મ્સ અને ગુલાબી ઠંડી પ્રવાસીઓને આ ફરવાલાયક સ્થળ તરફ આકર્ષી રહી છે.

ડાંગ: દક્ષિણ ગુજરાતના ગિરિમથક ડાંગમાં શિયાળાની મોસમમાં વાતાવરણમાં ઠંડક સાથે નયનરમ્ય દ્રશ્યોનું સર્જન થયું છે. ધુમ્મ્સ અને ગુલાબી ઠંડી પ્રવાસીઓને આ ફરવાલાયક સ્થળ તરફ આકર્ષી રહી છે.

સાપુતારામાં સવારમાં ધુમ્મ્સ ભર્યું વાતવરણ નજરને પહાડો સાથે સંતાકૂકડીની રમત રમાડતો હોય તેમ લાગી રહ્યું છે. સર્પગંગા તળાવ નજીક પક્ષીઓના કલરવ સાથે સૂર્યોદયનો નજારો પ્રવાસીઓ માટે યાદગાર સંભારણું બની રહ્યું છે.

ચોમાસામાં સાપુતારામાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે પણ શિયાળામાં પણ અહીંનું વાતાવરણ મનમોહક સર્જાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત સહિત દેશભરમાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ, ધુમ્મસથી પરેશાન થયા વાહનચાલકો

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો