Dang : ભારે વરસાદના પગલે 20 થી વધુ કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં, ત્રણ પશુઓના મોત નિપજ્યા

સતત વરસાદ ને લીધે જિલ્લાના સ્ટેટ અને નેશનલ હાઇવે તેમજ અંતરિયાળ વિસ્તરના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. છેલ્લા 24 કલાક દરમિયાન આહવા તાલુકામા 2.25 ઇંચ, વઘઈ તાલુકામાં 2.5 ઇંચ, સુબીર તાલુકામાં 2.5 ઇંચ અને સાપુતારા પંથકમાં પણ 2 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 10:24 AM

ડાંગ(Dang) જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદ સાથે ઉપરવામાં પણ ભારે વરસાદને કારણે ડાંગની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા છે. ધસમસતા પાણીને કારણે જિલ્લામાં 20 થી વધુ નાના મોટા કોઝવે ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સમ્પર્ક વિહોણા બન્યા હતા. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાછોતરા વરસાદને પગલે ખેતીને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે જ્યારે સામન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમા ત્રણ પશુ ના પણ મૃત્યુ નોંધાયા છે.

સતત વરસાદ ને લીધે જિલ્લાના સ્ટેટ અને નેશનલ હાઇવે તેમજ અંતરિયાળ વિસ્તરના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. છેલ્લા 24 કલાક દરમિયાન આહવા તાલુકામા 2.25 ઇંચ, વઘઈ તાલુકામાં 2.5 ઇંચ, સુબીર તાલુકામાં 2.5 ઇંચ અને સાપુતારા પંથકમાં પણ 2 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે જિલ્લાના 20 જેટલા લો લેવલ કોઝ વે અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી આ માર્ગો ઉપર વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહન ચાલકોને આ માર્ગો ને બદલે તંત્રએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને નદીઓમાં આવેલ પૂરના કારણે ૨૦ જેટલા લો લેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેમાં મુખ્ય ૧, સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રોડ, ખાતળ ફાટકથી ઘોડી રોડ, માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, ઢાઢરા વી.એ.રોડ, વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સાથે દુલધા, કરંજપાડા, બંધપાડા જેવા મુખ્ય કોઝવે સહિત અનેક નાના મોટા માર્ગો અવરોધાતા ડાંગ જીલ્લાના અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગીરા નદીમાં અચાનક આવેલ ઘોડાપૂર ને કારણે અટવાઈ પડેલ લોકોએ પોતાના જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડ્યું હતું જ્યારે મહિલાઓ અને બાળકોએ નદીમાં પાણી ઓસરે ત્યાં સુધી રાહ જોવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">