Dang: ડાંગ જિલ્લામાં વરસાદ બાદ અંબિકા નદીના જળસ્તરમાં થયો વધારો, ત્રણ લો લેવલ કોઝવે થયા પાણીમાં ગરકાવ

ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ધોધમાર વરસાદના પગલે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેને લઈ ડાંગ જિલ્લાના ત્રણ માર્ગો બંધ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 1:55 PM

Dang: ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ધોધમાર વરસાદના (heavy rain) પગલે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો છે. જેને લઈ ડાંગ જિલ્લાના ત્રણ માર્ગો બંધ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્રણ લો લેવલ કોઝવે થયા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નાનાપાડા, કુમારબંધ અને માછલી ચિખલા કોઝવે પર પાણી ફળી વળતા માર્ગ બંધ થયો છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા જ વહીવટી તંત્રની વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે.

રાજ્યમાં 216 તાલુકામાં મેઘરાજા મહેરબાન

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. વલસાડના વાપી તાલુકામાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. તો બીજી તરફ રાજ્યમાં સવારે બે કલાકમાં 30 તાલુકાઓમાં નોંધાપાત્ર વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, બનાસકાંઠા, કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં 23 જુલાઇ સવારે 6 કલાકથી 24 કલાક સવારે 6 કલાક સુધીના 24 કલાક દરમિયાન 216 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાંથી 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વાપીમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. વલસાડના કપરાડામાં 7 ઈંચ વરસાદ પડ્યો છે. પાટણના રાધનપુર તાલુકામાં 6 ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડમાં 6 ઈંચ, ધરમપુરમાં સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના રાપર તાલુકામાં સાડા 4 ઈંચ, બનાસકાંઠાના ભાભરમાં સાડા 4 ઈંચ, મહેસાણાના કડીમાં 4 ઈંચ, બનાસકાંઠાના સૂઈગામમાં 4 ઈંચ અને અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ પડ્યો છે.

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">