Dahod: જિલ્લામાં વરસાદની જોરદાર અસર, ઉમરિયા અને અદલવાડા ડેમ છલકાયા, દુધીમતિ વહી રહી છે બે કાંઠે

Dahod: દાહોદ જિલ્લાના લીમખેડા પંથકનો ઉમરિયા ડેમ ઓવરફ્લો થયો છે. અને, ધાનપુર તાલુકાના અદલવાડા ડેમ છલકાયો છે. દાહોદની દુધીમતિ નદીના જુના કોઝ-વે સુધી પાણી ફરી વળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 5:58 PM

ગુજરાત(Gujarat) માં હવામાન વિભાગની (IMD) આગાહી અનુસાર રાજ્યમાં સતત મેઘમહેર વરસી રહી છે. જેની અસર અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ રૂપે જોવા મળી રહી છે. વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમડી, ઝાલોદ, સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે.

દાહોદમાં આવેલા લીમખેડા પંથકમાં પણ વરસાદે માજા મૂકી છે. લીમખેડામાં આવેલો ઉમરિયા ડેમ વરસાદના કારણે ઓવરફ્લો થઇ ગયો છે. ત્યારે ધાનપુર તાલુકાનો અદલવાડા ડેમ પણ વરસાદના કારણે છલકાયો છે. દાહોદની દુધીમતિ નદીમાં પણ નવા નીર જોવા મળ્યા છે. દુધીમતી નદીના જુના કોઝ-વે સુધી પાણી ફરી વળ્યાના સમાચાર છે. દાહોદમાં ભારે વરસાદથી ડેમ, નદી, નાળા છલકાયા છે. ત્યારે દુધીમતી નદી જાણે બે કાંઠે વહેતી હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.

આ બાજુ સતત પડી રહેલા વરસાદના પગલે દાહોદની લીમડી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે વિશ્વકર્મા, શિવ સોસાયટી, કાતિ કંચન સોસાયટી વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. જેના લીધે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

તેમજ બોડેલીમાં સવા પાંચ, કપરડામાં પાંચ, જેતપુરમાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ ધોરાજીમાં સવા ચાર, ધરમપુરમાં 4, વિસાવદરમાં પોણા ચાર, વાલિયામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાઘોડિયામાં 3, દેડિયાપાડામાં 3, માંડવી, પોસિના, ક્વાંટ,પારડીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો: Rajkot: વિજય રૂપાણી સંઘ કાર્યાલય પહોંચ્યા, ગુજરાતની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ અંગે ભૈયાજી જોષી સાથે બેઠક

આ પણ વાંચો: Surendranagar: જિલ્લા પાલિકા તંત્ર એક્શન મોડમાં, NOC ન હોવાના કારણે 7 શાળા પર કરી આ કાર્યવાહી

Follow Us:
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">