ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ મેઘમહેર, ડેમમાં પાણીની નવી આવક

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લીના મહત્વના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.ડેમના જળસ્તર વધતા પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા મહદઅંશે દૂર થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 2:10 PM

ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતના(North Gujarat) સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. જેમાં છેલ્લા દશેક દિવસથી બંને જિલ્લામાં અને ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો છે. જેના કારણે મહત્વના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.ડેમના જળસ્તર વધતા પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા મહદઅંશે દૂર થઈ છે.

સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો, હિંમતનગર શહેર અને આસપાસના ગામડાઓને પીવાનું પાણી પૂરું પાડતા ગુહાઇ જળાશયમાં 14.87 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાથમતી જળાશયમાં પાણીનો જથ્થો 42 ટકાએ પહોંચ્યો છે. જેથી રવિ સિઝન માટે ખેડૂતોને રાહતની આશા બંધાઈ છે.જ્યારે ખેડવામાં છેલ્લા 10 દિવસ દરમિયાન 3.76 ટકા નવા નીર આવ્યા છે.

અરવલ્લી જિલ્લાના જળાશયોની વાત કરીએ તો વાત્રક જળાશયમાં છેલ્લા 10 દિવસમાં 11 ટકા પાણીનો વધારો નોંધાયો છે. માઝૂમ જળાશયમાં 10 દિવસમાં 13.62 ટકાનો વધારો નોંધાયો છે. વૈડી જળાશયમાં 10 દિવસમાં 33.75 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે મેશ્વો જળાશયમાં 12.87 ટકાનો વધારો નોંધાયો છે.

અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા દશેક દિવસથી છૂટા છવાયા વરસાદમાં પણ જળાશયોમાં કેટલાક અંશે પાણીની આવકો નોંધાઇ છે. જેને લઇને હવે પિવાના પાણીની સમસ્યામાં મહંમદ અંશે રાહત મળી શકશે. બંને જીલ્લાના મહત્વના જળાશયોમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન નોંધપાત્ર આવક સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદને પગલે નોંધાઇ છે.

આ પણ વાંચો : ગુજરાત ઉપર બે દિવસ સંકટના વાદળો ઘેરાયેલા રહેશે, જાણો સેટેલાઇટ તસ્વીરની મદદથી કયાં પડશે ભારે વરસાદ ?

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, કિસાન કોંગ્રેસની ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવા માંગ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">