સુરેન્દ્રનગર: ચંદ્રાસર પાસે નર્મદા કેનાલ ઓવરફ્લો, ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળ્યા પાણી

સુરેન્દ્રનગર: ચંદ્રાસર પાસે નર્મદા કેનાલ ઓવરફ્લો, ખેડૂતોના ઉભા પાકમાં ફરી વળ્યા પાણી

| Edited By: | Updated on: Jan 09, 2024 | 10:04 PM

કેનાલનું પાણી ઓવરફ્લો થતાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતો માગ કરી રહ્યા છે, કે ઓવરફ્લો થતી નર્મદાની કેનાલને બંધ કરવામાં આવે. વધુમાં ખેડૂતોએ એવા પણ આક્ષેપ કર્યા છે, કે તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં સાંભળતું નથી.

સુરેન્દ્રનગરના ચંદ્રાસરની સીમમાં આવેલી નર્મદાની માઈનર કેનાલ ઓવરફ્લો થઇ ગઇ છે. જેના કારણે ખેડૂતોની હજારો હેક્ટર જમીનમાં નુકસાન થયું છે. ખેડૂતોએ વાવેલા જીરૂ અને વરિયાળી સહિતના પાકોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલનું પાણી ઓવરફ્લો થતાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયા છે. જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતો માગ કરી રહ્યા છે, કે ઓવરફ્લો થતી નર્મદાની કેનાલને બંધ કરવામાં આવે. વધુમાં ખેડૂતોએ એવા પણ આક્ષેપ કર્યા છે, કે તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં સાંભળતું નથી. અધિકારીઓ જવાબ ન આપતા હોવાનું કહ્યું અને આવી પરિસ્થિતિ વારંવાર સર્જાતી હોવાના પણ આક્ષેપ કર્યા છે. જેને લઇ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ત્યારે ખેડૂતોએ પાકમાં થયેલી નુકસાની અંગે વળતરની માગ કરી છે.

આ પણ વાંચો MLA રમણલાલ વોરાએ લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવા CM ને પત્ર લખ્યો, જાણો કેમ