Dahod : પોલીસની હેરાનગતિના પગલે નાના વેપારીઓમાં રોષ, ઝાલોદના બાંસવાડા રોડ ઉપર કર્યો ચક્કાજામ, જુઓ Video
ઝાલોદમાં રોજગારી માટે કાયમી નિરાકરણ ન થતા નાના વેપારીઓએ ઝાલોદના બાંસવાડા રોડ ઉપર ચક્કાજામ કર્યો. લારી-ગલ્લાવાળા સહિત નાના વેપારીઓ રસ્તા પર ઉતરતા એક કલાક સુધી ચક્કાજામ રહેતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ અંગે પોલીસને જાણ થતા DySP સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી. જે બાદ વેપારીઓ દ્વારા રસ્તો ખુલ્લો કરાયો હતો.
Dahod : વેપારીઓએ ઝાલોદના બાંસવાડા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો. ઝાલોદમાં રોજગારી માટે કાયમી નિરાકરણ ન થતા રોષ નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો. તહેવારોમાં પોલીસ પાથરણાવાળાઓને હેરાન કરતી હોવાના વેપારીઓએ આરોપ લગાવ્યા હતા. પાલિકા અને પોલીસ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો Dahod Video : કિશોરીને વેચવાના રેકેટનો પર્દાફાશ, પોલીસે 3 શખ્સોની કરી ધરપકડ
લારી-ગલ્લાવાળા સહિત નાના વેપારીઓ રસ્તા પર ઉતરતા એક કલાક સુધી ચક્કાજામ રહેતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ અંગે પોલીસને જાણ થતા DySP સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની બાહેંધરી આપી હતી. જે બાદ વેપારીઓ દ્વારા રસ્તો ખુલ્લો કરાયો હતો.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો