દાહોદમાં રૂપિયા 10,000 ની લાંચ લેતા પોલીસ કર્મી એસીબીના છટકામાં ઝડપાયો

દાહોદ ટાઉન પોલીસ ડી સ્ટાફના ASI બદાભાઇએ દાવાના નિકાલ માટે અરજદાર પાસેથી 20 હજાર રૂપિયાના લાંચની માગણી કરી હતી તે પૈકી રુ.10 હજારની લાંચ લેતા તેઓ રંગે હાથે પકડાયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 11:21 PM

ગુજરાતમાં(Gujarat) દાહોદ (Dahod)ટાઉન પોલીસ ડી સ્ટાફના ASI રુ.10 હજારની લાંચ લેતા ઝડપાયા છે. જેમાં ASI બદાભાઇએ દાવાના નિકાલ માટે અરજદાર પાસેથી 20 હજાર રૂપિયાના લાંચ(Bribe)ની માગણી કરી હતી તે પૈકી રુ.10 હજારની લાંચ લેતા તેઓ રંગે હાથે પકડાયા છે. જેમાં ACBએ છટકું ગોઠવી લાંચ સ્વીકારતા ASIને રંગે હાથે ઝડપ્યા છે.

એસીબીને મળેલી ફરિયાદ મુજબ ફરિયાદી ભાઇની દિકરી બે મહિના અગાઉ છોકરા સાથે ભાગી ગયેલ જેનો પંચ રાહે જે તે વખતે સમાધાન કરી દાવા પેટે નક્કી કરેલ રૂપિયા છોકરા પક્ષવાળાઓ નહિ આપતા ચાર-પાંચ દિવસ ઉપર ફરિયાદીના ભાઈએ  છોકરાપક્ષ વાળા ને પકડી  તેમના ઘરે બેસાડી દિધેલ હતા. જે અંગે  તા.૧૭.૧૧.૨૦૨૧ ના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી આરોપીનો ફરિયાદીના  ભાઇ ઉપર ફોન આવેલ અને છોકરાને હાજર કરવા જણાવેલ હતું.

જેથી ફરિયાદી તથા  ગામના બીજા માણસો છોકરાને લઇ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલ અને આરોપી રૂબરૂ રજુ કરેલ અને સમાધાન કરી છોકરા પક્ષવાળાએ છોકરી પક્ષને રૂપિયા એક લાખ દાવા પેટે આપવાના બાકી પૈસા આપેલા હતા.

જેથી આરોપીએ  ફરિયાદીને તમારો નિકાલ કરી આપેલ છે તો મને રૃપિયા ૨૦,૦૦૦/- આપવા પડશે તેમ જણાવેલ ફરિયાદીએ વત્તા ઓછું કરવા કહેતા રૃપિયા ૧૦,૦૦૦/- નક્કી કરેલ  જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા ફરિયાદીની ફરિયાદ આધારે એસીબીએ આજરોજ લાંચના છટકાનું આયોજન કરતાં  છટકા દરમ્યાન આરોપીએ  ફરિયાદી પાસે  રૂ ૧૦,૦૦૦/- ની લાંચની માંગણી  કરી સ્વીકારી સ્થળ પર  પકડાઈ  જઈ ગુનો કર્યો હતો.

આ પણ વાંચો : Gujarat : જાણો રાજ્યના કોરોના અપડેટ સાથે મહત્વના સમાચારો, માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો :  ગુજરાતમાં ભાજપ લોકસંપર્ક વધારવા અપનાવશે આ રણનીતિ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">