રિક્ષાચાલક સાથે દાદાગીરી કરવી ભારે પડી, ટ્રાફિક પોલીસ જવાનને સસ્પેન્ડ કરાયો

પૈસા ન આપતા પોલીસે રીક્ષાચાલક સાથે ગાળાગાળી પણ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. બાદમાં રીક્ષા ચાલકે ACBમાં ટ્રાફિક પોલીસ જવાન સામે ફરિયાદ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 11:40 PM

DAHOD : દાહોદમાં રિક્ષાચાલક સાથે દાદાગીરી કરવી ટ્રાફિક પોલીસના કર્મચારીને ભારે પડી છે. રિક્ષાચાલક સાથે અસભ્ય વર્તન કરનાર આ પોલીસકર્મી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા પોલીસવડાએ આ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યો છે. રિક્ષાચાલક પાસેથી આ પોલીસકર્મીએ પૈસાની માગણી કરી હતીરૂપિયા ન આપતા પોલીસે રિક્ષાચાલક સાથે ગાળાગાળી કરી હતી. આ સમગ્ર મામલે રિક્ષાચાલકે ACBને રજૂઆત કરી હતી.

દાહોદ જિલ્લાના આ રીક્ષાચાલકે ટ્રાફિક પોલીસના કર્મચારી સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ફરિયાદ કરી હતી. ગોધરા તાલુકાના પોપટપુરા પાસેથી દાહોદ જીલ્લાના ડાંગરીયાના રીક્ષાચાલક શાકભાજી લઈને પરત ફરી રહ્યા હતા.દાહોદના પોપટપરાથી રીક્ષા લઈ જતા આ ચાલક પાસેથી ટ્રાફિક પોલીસના કર્મચારીએ પૈસાની માગ કરી હતી. ટ્રાફિક પોલીસ કર્મચારી દ્વારા રીક્ષાચાલકને બિભસ્ત ગાળો આપીને રીક્ષાચાલક પાસેથી રૂપીયાની માંગણી કરવામાં આવી હતી. પૈસા ન આપતા પોલીસે રીક્ષાચાલક સાથે ગાળાગાળી પણ કરી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાઈરલ થયો હતો. બાદમાં રીક્ષા ચાલકે ACBમાં ટ્રાફિક પોલીસ જવાન સામે ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : થાણેના ખાનગી કેન્દ્રો પર ઉપલબ્ધ છે મોટી સંખ્યામાં કોરોના રસીનો સ્ટોક, ઓછા ઉપયોગને કારણે ટૂંક સમયમાં વેડફાશે 1 લાખ ડોઝ

આ પણ વાંચો : PM મોદીએ એરફોર્સને સોંપ્યુ લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર, જમીનથી લઈને આકાશ સુધી કોઈપણ ટાર્ગેટનો ખાત્મો બોલાવવા માટે સક્ષમ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">